મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

AstraZeneca રસી બાદ શરીરે કામ કરવાનું બંધ કરી દીધું, મહિલાએ કર્યો કેસ

વધુ એક મહિલાએ AstraZeneca રસી સામે દાવો દાખલ કર્યો છે. મહિલાનું કહેવું છે કે ક્લિનિકલ ટ્રાયલ દરમિ

AstraZeneca રસી બાદ શરીરે કામ કરવાનું બંધ કરી દીધું, મહિલાએ કર્યો કેસ

વધુ એક મહિલાએ AstraZeneca રસી સામે દાવો દાખલ કર્યો છે. મહિલાનું કહેવું છે કે ક્લિનિકલ ટ્રાયલ દરમિયાન આપવામાં આવેલી રસીએ તેને સંપૂર્ણપણે 'અક્ષમ' અથવા અસમર્થ બનાવી દીધી છે. હવે તેનું શરીર પહેલા જેવું કામ કરતું નથી. તેણે કંપની પર તબીબી સંભાળ ન આપવાનો આરોપ લગાવ્યો છે. ખાસ વાત એ છે કે બ્રિટનમાં 50થી વધુ લોકો એસ્ટ્રાઝેનેકા પર કેસ કરી ચૂક્યા છે.


અહેવાલ મુજબ, 42 વર્ષીય બ્રે ડ્રેસને યુએસમાં AstraZeneca કોવિડ રસીના ક્લિનિકલ ટ્રાયલમાં ભાગ લીધો હતો. અખબાર સાથે વાત કરતા તેણે જણાવ્યું કે 2020માં ટ્રાયલમાં ભાગ લીધા બાદ તે ગંભીર ન્યુરોલોજીકલ સમસ્યાઓનો સામનો કરી રહી છે. ખાસ વાત એ છે કે આ બ્રિટિશ રસીનું અમેરિકામાં પરીક્ષણ કરવામાં આવ્યું હતું, પરંતુ તેને ઉપયોગ માટે મંજૂરી આપવામાં આવી ન હતી.

ડ્રેસેન દાવો કરે છે કે તેણે કંપની સાથે કરાર કર્યો હતો, જેમાં વચન આપવામાં આવ્યું હતું કે સંશોધનના પરિણામે થયેલી ઇજાઓની સારવાર માટે કંપની ચૂકવણી કરશે. સાથે શર્ટ પણ મૂકી હતી કે સરવારનો ખર્ચ વાજબી હોય અને ઈજા સ્વ-નિર્મિત  ન હોય.

આખા શરીરમાં દુખાવો હતો

મહિલાનું કહેવું છે કે નવેમ્બર 2020 માં રસી લીધા પછી, તેણીને તેના આખા શરીરમાં કાંટા વાગ્યા હોય તેવી વેદનાઓ થવા લાગી. આ પછી પણ એસ્ટ્રાઝેનેકાએ તેની સારવાર માટે થયેલો ખર્ચ ચૂકવ્યો ન હતો. તેણીએ અખબારને જણાવ્યું હતું કે તે પેરિફેરલ ન્યુરોપથીથી પીડાતા પછી કામ કરી શકતી નથી. તેને હમેશા વેદના રહ્યા કરે છે. 

ડ્રેસને કહ્યું, "તેના કારણે તેને નોકરી ગુમાવવાનો વારો આવ્યો છે. અને હજુ પણ અપંગ છે." તેણે કહ્યું, 'મને હજુ પણ અઠવાડિયાના સાતેય દિવસ, દિવસના 24 કલાક માથાથી પગ સુધી મારા આખા શરીર પર સોય ભોકાઈ રહી હોય તેમ લાગે છે.  રિપોર્ટ અનુસાર, તેણીએ કહ્યું કે વેક્સીન લીધા પછી તે ઘણી વખત હોસ્પિટલમાં દાખલ થઈ, જેના કારણે બિલ હજારો ડોલર સુધી પહોંચી ગયું.

પહેલાની જેમ બાળકોને ઉછેરી શકતી નથી

ડ્રેસને એ પણ ખુલાસો કર્યો હતો કે તેણે નાની ચૂકવણીનો પણ ઇનકાર કર્યો હતો.  યુટાની કોર્ટમાં દાખલ કરાયેલી ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે મહિલા કામ કરી શકતી નથી, કોઈપણ રમતમાં ભાગ લઈ શકતી નથી, પહેલાની જેમ બાળકોને ઉછેરી શકતી નથી અને વધુ ડ્રાઈવ પણ કરી શકતી નથી.

રિપોર્ટ અનુસાર, મહિલા કંપની સામે કોઈ ચોક્કસ રકમ માટે દાવો દાખલ કરી રહી નથી. તેણીએ આ સમયગાળા દરમિયાન હજારો ડોલર ખર્ચ્યા છે અને ભાવનાત્મક તકલીફ, આવકની ખોટ, પરિવહન અને કાનૂની ફીનો દાવો કરી રહી છે. મહિલા વ્યવસાયે શિક્ષિકા હતી અને તેના બે બાળકો પણ છે.

આ સમાચાર શેર કરો