Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : Biggest earthquake in the business world: Warren Buffett resigns as Berkshire Hathaway chairman after 61 years

બિઝનેસ જગતમાં સૌથી મોટો ભૂકંપ: વોરેન બફેટે 61 વર્ષ બાદ બર્કશાયર હેથવેના ચેરમેન પદેથી આપ્યું રાજીનામું

Timeછેલ્લું અપડેટ : 18 Sept 2026
લાઇવ ટીવીGoogle News
બિઝનેસ જગતમાં સૌથી મોટો ભૂકંપ: વોરેન બફેટે 61 વર્ષ બાદ બર્કશાયર હેથવેના ચેરમેન પદેથી આપ્યું રાજીનામું
સોર્સ : gstv

વિશ્વના સૌથી દિગ્ગજ રોકાણકાર વોરેન બફેટે પોતાની 1 ટ્રિલિયન ડોલરની વેલ્યુ ધરાવતી કંપની બર્કશાયર હેથવેના ચેરમેન પદેથી રાજીનામું આપી રહ્યા છે. વર્ષ 1965થી આ કંપનીનું નેતૃત્વ કરી રહેલા 96 વર્ષીય બફેટે 18 સપ્ટેમ્બરે શેરધારકોને પત્ર લખીને આ મોટા નિર્ણયની સત્તાવાર જાહેરાત કરી છે. કંપની દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, તેઓ તાત્કાલિક અસરથી ચેરમેન એમેરિટસ બની જશે, પરંતુ બોર્ડમાં ડિરેક્ટર તરીકે કાર્યરત રહેશે.

App Store

પુત્ર હોવર્ડ સંભાળશે ચેરમેન પદની નવી જવાબદારી

કંપનીના ઉત્તરાધિકાર આયોજન (Succession Plan) હેઠળ વોરેન બફેટની જગ્યાએ હવે તેમના પુત્ર હોવર્ડ બફેટ (Howard Buffett) નવા ચેરમેન તરીકે જવાબદારી સંભાળશે. આ સાથે જ સુસાન ડેકર (Susan Decker) કંપનીમાં લીડ ઇન્ડિપેન્ડન્ટ ડિરેક્ટર તરીકે પોતાની સેવાઓ આપવાનું ચાલુ રાખશે.

કંપનીના સીઈઓ દ્વારા નિર્ણયને આવકાર અને સન્માન

બર્કશાયરના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ વતી ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર ગ્રેગ એબેલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ‘અમેરિકન બિઝનેસના ઈતિહાસમાં વોરેનનું પ્રદાન અજોડ છે. તેમણે સ્થાપેલા મૂલ્યો અને વર્ક કલ્ચર હંમેશાં કંપનીના કેન્દ્રમાં રહેશે. હોવર્ડ કંપની માટે શિસ્ત અને ઊંડી સમજ લઈને આવશે, જ્યારે સૂ પોતાની સતત લીડરશીપ દ્વારા બોર્ડને મજબૂત બનાવશે.’

બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં જાળવી રાખશે સભ્યપદ

કંપનીના જણાવ્યા અનુસાર, ‘ચેરમેન એમેરિટસ તરીકે નિયુક્ત થયા પછી પણ તેઓ બોર્ડ ઓફ ડિરેક્ટર્સના સભ્ય તરીકે જળવાઈ રહેશે અને કંપનીના મહત્વના નિર્ણયોમાં પોતાના બહોળા અનુભવ અને દ્રષ્ટિકોણથી માર્ગદર્શન પૂરું પાડતા રહેશે.’ ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે તેમણે કંપનીના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) પદેથી પણ હટી જવાની જાહેરાત કરી હતી.

ટોપિક્સ:GSTV NewsGujarati News