મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

હિન્દુઓ પર અત્યાચાર કરનાર બાંગ્લાદેશ હવે ઘૂંટણિયે આવશે, USથી આવ્યું મોટું નિવેદન

Bangladesh, which oppressed Hindus, will now come to its knees, US | બાંગ્લાદેશમાં હાલમાં કોમવાદની આગમાં સળગી રહ્યું છે. હિન્દુઓ પર સતત હુમલા થઈ રહ્યા છે. આવ

હિન્દુઓ પર અત્યાચાર કરનાર બાંગ્લાદેશ હવે ઘૂંટણિયે આવશે, USથી આવ્યું મોટું નિવેદન

બાંગ્લાદેશમાં હાલમાં કોમવાદની આગમાં સળગી રહ્યું છે. હિન્દુઓ પર સતત હુમલા થઈ રહ્યા છે. આવી સ્થિતિમાં અમેરિકા તરફથી એક મોટું નિવેદન આવ્યું છે, જેમાં કહેવામાં આવ્યું છે કે બાઈડેન સરકારે બાંગ્લાદેશ પર ધ્યાન આપ્યું નથી. પરંતુ હવે ડોનાલ્ડ ટ્રમ્પ વ્હાઇટ હાઉસમાં પરત ફરી રહ્યા છે.

શું કહ્યું અમેરિકાએ?

યુએસ કમિશન ઓન ઇન્ટરનેશનલ રિલિજિયસ ફ્રીડમ (USCIRF)ના પૂર્વ કમિશનર જોની મૂરે કહ્યું છે કે, 'અમેરિકાની બાઈડેન સરકારે બાંગ્લાદેશ પર વધુ ધ્યાન આપ્યું નથી. આ સમય માત્ર બાંગ્લાદેશની લઘુમતીઓ માટે જ નહીં, પરંતુ સમગ્ર દેશના અસ્તિત્વ માટે ખતરા સમાન છે. પરંતુ ટ્રમ્પ હવે આવી રહ્યા છે.'

ભારત અમારો મહત્ત્વપૂર્ણ સહયોગી 

જોની મૂરે કહ્યું કે, 'ડોનાલ્ડ ટ્રમ્પ તેમની શ્રેષ્ઠ ટીમ સાથે સત્તા સંભાળવા જઈ રહ્યા છે. તેમની ટીમ અમેરિકન મૂલ્યોની હિમાયતી છે અને ભારતને સાથી તરીકે જુએ છે. મને આશ્ચર્ય છે કે વર્તમાન અમેરિકન સરકાર બાંગ્લાદેશ પર વધુ ધ્યાન કેમ નથી આપતી. પરંતુ હકીકત એ છે કે અમેરિકામાં સરકાર બદલાવા જઈ રહી છે, જે બેજોડ વિદેશ નીતિ ધરાવતી હશે. પરંતુ હું કહી શકું છું કે ટ્રમ્પ વ્હાઇટ હાઉસમાં પરત ફરી રહ્યા છે અને અમેરિકન મૂલ્યોથી ભરપૂર ટીમ સારા ભવિષ્ય માટે કામ કરશે. ટ્રમ્પની આ ટીમ ભારતને એક મહત્વપૂર્ણ સહયોગી તરીકે જુએ છે. હાલમાં વિશ્વભરમાં 50 થી વધુ યુદ્ધો ચાલી રહ્યા છે.'

આ સમાચાર શેર કરો