Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : Bangladesh news: Anti-Hindu image of Bangladesh's Yunus government exposed, 4 major Hindu festival holidays cancelled

Bangladesh news: બાંગ્લાદેશની યુનુસ સરકારની હિન્દુ વિરોધી છબી આવી સામે, 4 મોટા હિન્દુ તહેવારની રજા રદ કરી

Timeછેલ્લું અપડેટ : 01 Jan 2026
લાઇવ ટીવીGoogle News
Bangladesh news: બાંગ્લાદેશની યુનુસ સરકારની હિન્દુ વિરોધી છબી આવી સામે, 4 મોટા હિન્દુ તહેવારની રજા રદ કરી
સોર્સ : GSTV

Bangladesh news: બાંગ્લાદેશમાં વચગાળાની મોહમ્મદ યુનુસ (Muhammad Yunus) સરકાર દ્વારા વર્ષ 2026 માટે સત્તાવાર રજાઓની યાદી જાહેર કરવામાં આવી છે. આ યાદીના કારણે દેશમાં ધાર્મિક અને રાજકીય વિવાદ ઉભો થયો છે. નવી યાદી મુજબ હિન્દુઓના મહત્ત્વના તહેવારો જેવા કે સરસ્વતી પૂજા, જન્માષ્ટમી અને મહાલયા પર કોઈ રજા આપવામાં આવી નથી. આ ઉપરાંત બુદ્ધ પૂર્ણિમા અને મે દિવસ (મજૂર દિવસ) પર પણ રજાઓ રદ કરવામાં આવી છે.

App Store

યુનુસ સરકાર પર ધાર્મિક લાગણી દુભાવાનો આક્ષેપ
સરકારની નવી ગાઈડલાઈન મુજબ આ તમામ તહેવારોના દિવસે શાળાઓ અને શૈક્ષણિક સંસ્થાઓ ખુલ્લી રહેશે. લોકો આક્ષેપ કરી રહ્યા છે કે, યુનુસ સરકાર હિન્દુઓના અધિકારો છિનવી રહી છે અને આ નિર્ણયથી ધાર્મિક લાગણીઓ દુભાઈ છે. જોકે રમઝાન અને ઈદ-ઉલ-ફિત્ર માટે રજાઓ આપવામાં આવી છે, પરંતુ તેના દિવસોની સંખ્યામાં પણ અગાઉની સરખામણીએ ઘટાડો કરવામાં આવ્યો છે.

ભાષા આંદોલનના ઈતિહાસને ભૂંસી નાખવાનો પ્રયાસ?
સૌથી મોટો વિવાદ ‘ભાષા શહીદ દિવસ’ (21 ફેબ્રુઆરી)ને લઈને ઉભો થયો છે. રજાઓની સત્તાવાર યાદીમાં ક્યાંય પણ આ દિવસનો ઉલ્લેખ કરાયો નથી. બાંગ્લાદેશના નિર્માણમાં 1952ના ભાષા આંદોલનનો મોટો ફાળો રહ્યો છે, ત્યારે અનેક લોકો આક્ષેપ કરી રહ્યા છે કે, સરકાર દેશના ઈતિહાસમાંથી ભાષા આંદોલનના પ્રતીકોને ભૂંસી નાખવા માંગે છે. અગાઉ પણ યુનુસ સરકારે મુક્તિ સંગ્રામ અને બંગબંધુ શેખ મુજીબુર રહેમાન સાથે જોડાયેલા ઘણા પાસાઓને ઈતિહાસમાંથી હટાવવાના નિર્ણયો લીધા છે.

યુનુસ સરકારની ટીકા
બીજીતરફ સરકારનો બચાવ કરી રહેલા સરકારી સૂત્રોનું કહેવું છે કે, 2026માં 21 ફેબ્રુઆરીએ શનિવાર છે, જે બાંગ્લાદેશમાં સાપ્તાહિક રજાનો દિવસ હોવાથી તેનો અલગથી ઉલ્લેખ કરાયો નથી. બીજીતરફ લોકો દલીલ કરી રહ્યા છે કે, 2025માં પણ આ દિવસે સાપ્તાહિક રજા હોવા છતાં તેને ભાષા દિવસ તરીકે નોટિફિકેશનમાં દર્શાવવામાં આવ્યો હતો. રજાઓને લઈ યુનુસ સરકારના નિર્ણયોની આકરી ટીકાઓ શરૂ થઈ ગઈ છે.