Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત : VIDEO: Aam Aadmi Party uproar in Dhoraji: Unique protest over 'samadhi' on the road, clash with police amid traffic jam

VIDEO: ધોરાજીમાં આમ આદમી પાર્ટીનો હોબાળો: રોડ પર 'સમાધિ' લઈ અનોખો વિરોધ, ટ્રાફિકના ચક્કાજામ વચ્ચે પોલીસ સાથે ઘર્ષણ

Timeછેલ્લું અપડેટ : 01 Jan 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

VIDEO: રાજકોટ જિલ્લાના ધોરાજીમાં જૂનાગઢ રોડ પર બની રહેલા ઓવરબ્રિજનું કામ છેલ્લા લાંબા સમયથી ગોકળગતિએ ચાલી રહ્યું છે. આ વિલંબને કારણે સ્થાનિક રહેવાસીઓ અને વાહનચાલકોની હાલાકીનો અંત આવતો નથી. આજે આ મુદ્દે આમ આદમી પાર્ટી (AAP)ના કાર્યકર્તાઓએ મેદાનમાં ઉતરી સરકાર અને તંત્ર વિરુદ્ધ મોરચો માંડી હોબાળો કર્યો હતો.

App Store

અનોખો વિરોધ અને ચક્કાજામ: 
'આપ'ના કાર્યકર્તાઓએ માત્ર સૂત્રોચ્ચાર જ નહીં, પરંતુ રસ્તાની વચ્ચે 'સમાધિ' લઈને અનોખો વિરોધ પ્રદર્શિત કર્યો હતો. હાથમાં "શરમ કરો, શરમ કરો"ના બેનરો સાથે કાર્યકર્તાઓએ કોન્ટ્રાક્ટર અને વહીવટી તંત્રની નિષ્ફળતા પર આક્રોશ ઠાલવ્યો હતો. આ વિરોધને કારણે હાઈવે પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી અને કલાકો સુધી ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી.

પોલીસ કાર્યવાહી અને અટકાયત: 
પરિસ્થિતિ વણસતા પોલીસનો કાફલો તાબડતોબ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. રસ્તો ખુલ્લો કરાવવા દરમિયાન પોલીસ અને કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા. અંતે, પોલીસે વિરોધ કરી રહેલા કાર્યકર્તાઓની અટકાયત કરી હતી અને ટ્રાફિક હળવો કરાવવાની કામગીરી હાથ ધરી હતી.