તૂટેલી સીટો, વેરવિખેર સામાન, ઢસડાતા લોકો.. અઝરબૈજાન પ્લેન ક્રેશમાં બચી ગયેલી વ્યક્તિએ કેબિનની અંદરથી બનાવ્યો VIDEO
બુધવારે કઝાકિસ્તાનમાં અઝરબૈજાન એરલાઇન્સનું પેસેન્જર પ્લેન ક્રેશ થયું હતું. આ ઘટનામાં 38 લોક

બુધવારે કઝાકિસ્તાનમાં અઝરબૈજાન એરલાઇન્સનું પેસેન્જર પ્લેન ક્રેશ થયું હતું. આ ઘટનામાં 38 લોકોના મોત થયા છે જ્યારે 29 લોકોનો બચાવ થયો છે. આ ભયાનક અકસ્માતના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આ વીડિયોમાંથી એક બચી ગયેલા મુસાફરનો છે.
વિમાનમાં સવાર એક વ્યક્તિએ આ દુર્ઘટના બાદનું દ્રશ્ય પોતાના ફોનમાં રેકોર્ડ કર્યું છે. કેબિનની અંદરની ખરાબ હાલત આ વીડિયોમાં જોઈ શકાય છે. ઘણા લોકો પ્લેનમાં પોતાની જાતને અહીં અને ત્યાં ઢસડાતા જોવા મળે છે. પ્લેનની અંદરના વિઝ્યુઅલમાં જોવા મળે છે કે સીટો સંપૂર્ણપણે તૂટેલી છે, બધો સામાન વેરવિખેર પડેલો છે.
ઘટનાના અન્ય એક વીડિયોમાં જોઈ શકાય છે કે પ્લેનમાં લાગેલી આગ ઓલવાઈ રહી છે. આગ ઓલવાયા બાદ કેટલાક લોકો પ્લેનમાંથી બહાર આવી રહ્યા છે, જજેઓ ખૂબ જ પરેશાન જોવા મળી રહ્યા છે. રેસ્ક્યુ ટીમ પ્લેનમાં ફસાયેલા અન્ય મુસાફરોને બહાર કાઢતી જોવા મળે છે.
લેન્ડિંગ દરમિયાન પ્લેનમાં આગ લાગી
આ દુર્ઘટના પ્લેનના ઈમરજન્સી લેન્ડિંગ બાદ થઈ હતી. લેન્ડિંગ દરમિયાન પ્લેનમાં આગ લાગી હતી અને તે બે ભાગમાં તૂટી પડ્યું હતું. આ દ્રશ્ય એટલું ભયાનક હતું કે અકસ્માત બાદ મુસાફરોના મૃતદેહો દૂર દૂર સુધી વિખરાયેલા જોવા મળ્યા હતા. ઘાયલો મદદ માટે ચીસો પાડતા જોવા મળ્યા હતા.
અઝરબૈજાન એરલાઇન્સની ફ્લાઈટ E190AR સ્થાનિક સમય મુજબ સવારે 6.28 વાગ્યે બાકુ એરપોર્ટથી ઉડાન ભરી હતી. લગભગ એક કલાક સુધી ઉડાન ભર્યા બાદ વિમાન રશિયાના ચેચન્યાના ગ્રોનજી એરપોર્ટ પર ઉતરવાનું હતું. જોકે ફ્લાઇટના થોડા સમય બાદ તે એક પક્ષી સાથે અથડાઈ હતી.
આ પણ વાંચો : VIDEO/ અઝરબૈજાન એરલાઈન્સનું વિમાન કઝાકિસ્તાનમાં ક્રેશ, 42 લોકોના મૃત્યુ
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં વિમાન પાણીમાં માછલીની જેમ હવામાં ઉપર-નીચે ફરતું જોવા મળી રહ્યું છે. ફ્લાઇટ ટ્રેકિંગ સાઇટ્સે પ્લેનની હિલચાલનો નકશો પણ બહાર પાડ્યો હતો, જેમાં તે જોઈ શકાય છે કે કેવી રીતે વિમાને હવામાં નિયંત્રણ ગુમાવ્યું.
કહેવામાં આવી રહ્યું છે કે વિમાનમાં 67 મુસાફરો સવાર હતા, જેમાંથી 42 મુસાફરોના મોત થયા હતા અને 25 મુસાફરો બચી ગયા હતા. મૃત્યુ પામેલા મુસાફરોમાં 37 અઝરબૈજાની નાગરિકો, 16 રશિયન નાગરિકો, 6 કઝાક નાગરિકો અને 3 કિર્ગીઝ નાગરિકોનો સમાવેશ થાય છે. પ્લેનમાં પાંચ ક્રૂ મેમ્બર્સ હતા જેઓ મૃત્યુ પામ્યા હતા, જેમાં બંને પાઈલટનો પણ સમાવેશ થાય છે.








