મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

'લઘુમતીઓ પરના હુમલાઓ ઘૃણાસ્પદ છે': બાંગ્લાદેશની વચગાળાની સરકારના વડા યુનુસ

બાંગ્લાદેશની વચગાળાની સરકારના વડા મોહમ્મદ યુનુસે શનિવારે હિંસાગ્રસ્ત લઘુમતી

'લઘુમતીઓ પરના હુમલાઓ ઘૃણાસ્પદ છે': બાંગ્લાદેશની વચગાળાની સરકારના વડા યુનુસ

બાંગ્લાદેશની વચગાળાની સરકારના વડા મોહમ્મદ યુનુસે શનિવારે હિંસાગ્રસ્ત લઘુમતી સમુદાયો પરના હુમલાની નિંદા કરી હતી. તેમણે લઘુમતીઓ પરના હુમલાઓને જઘન્ય ગણાવ્યા અને તમામ યુવાનોને હિંદુ, ખ્રિસ્તી અને બૌદ્ધ પરિવારોની સુરક્ષા સુનિશ્ચિત કરવા વિનંતી કરી.

બાંગ્લાદેશ હિંદુ બૌદ્ધ ક્રિશ્ચિયન યુનિટી કાઉન્સિલ અને બાંગ્લાદેશ પૂજા ઉદ્યાન પરિષદ, બે હિંદુ સંગઠનો અનુસાર, બાંગ્લાદેશમાં લઘુમતી સમુદાયોના સભ્યોએ 5 ઓગસ્ટે શેખ હસીનાની આગેવાની હેઠળની સરકારના પતન પછી ઓછામાં ઓછા 53 જિલ્લામાં આશરે 205 જેટલા હુમલાઓનો સામનો કરવો પડ્યો છે. હિંસાથી બચવા માટે હજારો બાંગ્લાદેશી હિન્દુઓ પાડોશી દેશ ભારતમાં જવાનો પ્રયાસ કરી રહ્યા છે.

ઢાકા ટ્રિબ્યુન અખબારે અહેવાલ આપ્યો છે કે, યુનુસે રંગપુર શહેરમાં બેગમ રુકૈયા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને સંબોધિત કરતી વખતે કહ્યું, કે "ઘણા લોકો તમારા પ્રયત્નોને બરબાદ કરવા માટે તૈયાર છે. આ વખતે નિષ્ફળ થશો નહીં," 

યુનુસે દેશમાં લઘુમતી સમુદાયો પરના હુમલાઓની સ્પષ્ટ નિંદા કરી, આ હુમલાઓને "જઘન્ય" ગણાવ્યા અને તમામ વિદ્યાર્થીઓને લઘુમતી હિન્દુ, ખ્રિસ્તી અને બૌદ્ધ પરિવારોને નુકસાનથી બચાવવા વિનંતી કરી.

અમે સાથે મળીને લડ્યા છીએ અને સાથે રહીશું: યુનુસ

રાષ્ટ્રની એકતા પર ભાર મૂકતા તેમણે કહ્યું કે શું તેઓ આ દેશના લોકો નથી, તમે દેશને બચાવવા માટે સક્ષમ છો. શું તમે કેટલાક પરિવારોને બચાવી શકતા નથી? તમારે કહેવું પડશે કે કોઈ તેમને નુકસાન પહોંચાડશે નહીં. તે મારો ભાઈ છે, અમે સાથે લડ્યા છીએ અને સાથે રહીશું. યુવા નેતૃત્વના મહત્ત્વ પર ભાર મૂકતા યુનુસે કહ્યું કે આ બાંગ્લાદેશ હવે તમારા હાથમાં છે.

'વિદ્યાર્થી નેતા અબુ સઈદને યાદ રાખો'

તેમણે બાંગ્લાદેશના લોકોને વિદ્યાર્થી નેતા અબુ સઈદને યાદ રાખવા પણ વિનંતી કરી હતી જેઓ શેખ હસીના સરકારના પતન તરફ દોરી જતા સરકાર વિરોધી વિરોધ દરમિયાન બહાદુરીપૂર્વક ઉભા હતા. રંગપુરની બેગમ રૂકૈયા યુનિવર્સિટીના 25 વર્ષીય સઈદનું 16 જુલાઈના રોજ ભેદભાવ વિરોધી વિદ્યાર્થીઓના વિરોધ દરમિયાન પોલીસ ગોળીબારમાં મોત થયું હતું.

હિન્દુ સંગઠનોએ પ્રદર્શન કર્યું

દેશના વિવિધ ભાગોમાં તેમના ઘરો, દુકાનો અને મંદિરો પર થયેલા હુમલાના વિરોધમાં વિદ્યાર્થીઓ સહિત હજારો હિંદુ આંદોલનકારીઓએ શનિવારે સતત બીજા દિવસે શાહબાગ ચોક પર પ્રદર્શન કર્યું હતું.

ઢાકામાં સમુદાયના નેતાઓના જણાવ્યા અનુસાર, ઘણા હિંદુ મંદિરો, ઘરો અને વ્યવસાયોમાં તોડફોડ કરવામાં આવી હતી. મહિલાઓ પર હુમલો કરવામાં આવ્યો હતો અને હિંસામાં હસીનાની આગેવાની હેઠળની અવામી લીગ પાર્ટી સાથે જોડાયેલા ઓછામાં ઓછા બે હિન્દુ નેતાઓના મોત થયા હતા.

આંદોલનકારીઓએ ચેતવણી આપી હતી કે જો હિંદુઓ પર થતા અત્યાચારને રોકવા માટે તાત્કાલિક પગલાં લેવામાં નહીં આવે તો તેઓ આંદોલન ચાલુ રાખશે.

તેઓએ લઘુમતીઓ માટે મંત્રાલયની રચના, લઘુમતી સંરક્ષણ આયોગની સ્થાપના, લઘુમતીઓ પર થતા તમામ પ્રકારના હુમલાઓને રોકવા માટે કડક કાયદા બનાવવા અને તેનો અમલ કરવા અને લઘુમતીઓ માટે 10 ટકા સંસદીય બેઠકો ફાળવવાની પણ માંગ કરી હતી.

યુનુસે ગુરુવારે શપથ લીધા હતા

યુનુસે ગુરુવારે વચગાળાની સરકારના વડા તરીકે શપથ લીધા હતા. તે રંગપુરના પીરગંજ ઉપજિલ્લામાં સઈદના પરિવારના સભ્યોને મળ્યા હતા. સઈદના પરિવારને મળ્યા બાદ તેમણે મીડિયાને કહ્યું, “અબુ સઈદ જે રીતે ઉભા હતા તે જ રીતે આપણે ઉભા રહેવું પડશે...અબુ સઈદની માતા દરેકની માતા છે. આપણે તેમની રક્ષા કરવી પડશે, તેમની બહેનો, તેમના ભાઈઓની રક્ષા કરવી પડશે

આ સમાચાર શેર કરો