મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

અરુણા કુમાર દિસાનાયકે શ્રીલંકાના નવા રાષ્ટ્રપતિ, ડાબેરી નેતા છે દિસાનાયકે

શ્રીલંકામાં વર્તમાન રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘેને ડાબેરી નેતા કુમારા દિસાનાયકેના હાથે મોટ

અરુણા કુમાર દિસાનાયકે શ્રીલંકાના નવા રાષ્ટ્રપતિ, ડાબેરી નેતા છે દિસાનાયકે

શ્રીલંકામાં વર્તમાન રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘેને ડાબેરી નેતા કુમારા દિસાનાયકેના હાથે મોટા ઉલટફેરનો સામનો કરવો પડ્યો છે. દિસાનાયકે ધમાકેદાર જીત મેળવી છે અને તે શ્રીલંકાના રાષ્ટ્રપતિ બનશે. શ્રીલંકામાં દેશના 10માં રાષ્ટ્રપતિની ચૂંટણી માટે 21 સપ્ટેમ્બરે મતદાન થયું હતું અને મતની ગણતરી કાલ સાંજે 5 વાગ્યા બાદ શરૂ થઇ હતી. 1 કરોડ 70 લાખ મતદારોમાંથી 75 ટકાએ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. 

ડાબેરી નેતા જીત્યા

શ્રીલંકાના ચૂંટણી પંચના આંકડા અનુસાર ડાબેરી નેતા અનુરા કુમારા દિસાનાયકેને 52% ની આસપાસ મત સાથે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં જીત મેળવી છે. વર્તમાન રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘે 16 ટકા મત સાથે ત્રીજા સ્થાન પર રહ્યાં હતા. સાજિશ પ્રેમદાસા 22 ટકા મત સાથે બીજા સ્થાન પર રહ્યાં હતા. પ્રેમદાસા ફરી એક વખત વિપક્ષી નેતાની ભૂમિકામાં જોવા મળશે. મહત્ત્વપૂર્ણ છે કે શ્રીલંકામાં 2022માં આર્થિક સંકટ બાદ પ્રથમ ચૂંટણી યોજાઇ હતી.

દિસાનાયકે નેશનલ પીપુલ્સ પાવર (NPP) ગઠબંધનના ઉમેદવારના રૂપમાં ચૂંટણી લડી હતી જેમાં તેમની માર્ક્સવાદી જનતા વિમુક્તિ પેરેમુના (JVP) પાર્ટી પણ સામેલ છે. મહત્ત્વપૂર્ણ છે કે 2022માં આર્થિક સંકટ બાદ શ્રીલંકામાં ગોટબાયા સરકાર વિરૂદ્ધ મોટા પાયે જનવિદ્રોહ શરૂ થયો હતો. પ્રદર્શનકારી કોલંબોમાં રાષ્ટ્રપતિ ભવનમાં ઘુસી ગયા હતા જે બાદ ગોટબાયા રાજપક્ષેએ દેશ છોડીને ભાગવું પડ્યું હતું. આ મુશ્કેલ સમયમાં રાનિલ વિક્રમસિંઘેએ દેશની કમાન સંભાળી હતી.

આ સમાચાર શેર કરો