Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : American Dream Faded: 80% decline in Indian students, impact of Trump's policies

અમેરિકાનું ડ્રીમ ઝાંખું પડ્યું: ભારતીય વિદ્યાર્થીઓમાં 80%નો ઘટાડો, ટ્રમ્પની ઇમિગ્રેશન નીતિઓની અસર

Timeછેલ્લું અપડેટ : 19 Jul 2025
લાઇવ ટીવીGoogle News
અમેરિકાનું ડ્રીમ ઝાંખું પડ્યું: ભારતીય વિદ્યાર્થીઓમાં 80%નો ઘટાડો, ટ્રમ્પની ઇમિગ્રેશન નીતિઓની અસર
સોર્સ : GSTV

USA and India News : અમેરિકા આ વખતે ભારતીય સ્ટુડન્ટ વિઝામાં 70થી 80 ટકાનો ધરખમ ઘટાડો અનુભવે તેમ માનવામાં આવે છે. તેનું કારણ ટ્રમ્પની નીતિઓ મનાય છે. અમેરિકામાં ગયા વર્ષે પહેલી વખત ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા ચાઇનીઝ વિદ્યાર્થીઓને વટાવી ગઈ 3.3 લાખ જેટલી થઈ હતી. હાલમાં અમેરિકા સહિત વિશ્વના જુદાં-જુદાં દેશોમાં કુલ 11.6 લાખથી વધુ ભારતીય વિદ્યાર્થી ભણી રહ્યા છે. 

App Store

ભારતીય સ્ટુડન્ટ્સના ટ્રાફિકમાં 70 ટકા ઘટાડો

હૈદરાબાદ સ્થિત એજ્યુકેશન કન્સલ્ટન્ટે જણાવ્યું હતું કે હાલમાં તો અમેરિકા જતાં ભારતીય સ્ટુડન્ટ્સના ટ્રાફિકમાં 70 ટકા ઘટાડો નોંધાયો છે. વિઝા એપોઇન્ટમેન્ટ સ્લોટ સ્થગિત કરી દેવામાં આવતા અને વિઝા રિજેકશન રેટમાં નોંધપાત્ર ઉછાળો નોંધાતા આ સ્થિતિ સર્જાઈ છે.

સામાન્ય રીતે તો દર વર્ષે આ સમયે મોટાભાગના વિઝા મેળવનારા સ્ટુડન્ટ્સ તેમની વિઝા માટેની તૈયારી કરતાં હોય છે. તેનાથી વિપરીત અમે આ વર્ષે તો અત્યારે દરરોજે પોર્ટલ સતત તે આશાએ અપડેટ કરી રહ્યા છે કે સ્લોટ ખૂલે. હજી સુધી સ્લોટ ખૂલ્યા નથી. આ વર્ષ અમેરિકાનો સ્ટુડન્ટ વિઝા મેળવવા ઇચ્છુકો માટેનું સૌથી ખરાબ વર્ષ છે. 

અમેરિકન સત્તાવાળાઓએ વચન આપ્યું હતું કે વિઝા સ્લોટ્સ તબક્કાવાર ધોરણે ખુલ્લા મૂકાશે. જો કે તેમા પણ ઘણી બધી વિસંગતતાના લીધે વિદ્યાર્થીઓ ચિંતિત છે. આ સિવાય જે વિદ્યાર્થીઓે સ્લોટ બૂક કરી દીધા હોય તેમને કન્ફર્મેશન મળતું નથી. 

વિદ્યાર્થીઓ બીજા દેશોમાં વિકલ્પ ચકાસી રહ્યા છે

આવી જ એક ફોરન એજ્યુકેશન કન્સલ્ટન્સીના કન્સલ્ટન્ટે જણાવ્યું હતું કે કન્ફર્મ બૂકિંગ વગર સ્લોટ ઓપન કરવા પાછળનું તર્કબદ્ધ કારણ આપવામાં આવે તે જરૂરી છે. આજે તેના લીધે કેટલાય વિદ્યાર્થી બીજા દેશોમાં તેમનો વિકલ્પ ચકાસી રહ્યા છે. 23 વર્ષના એક વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે હું હેવ રાહ જોઈ શકું તેમ નથી. રાહ જોવામાં ક્યાંક મારે વર્ષ ગુમાવવું ન પડે. તેથી મેં મારી અરજી જ પડતી મૂકી છે. હવે હું જર્મનીમાં ઓટોમોટિવમાં માસ્ટરની સંભાવના ચકાસી રહ્યો છું.અન્ય એક કન્સલ્ટન્ટે જણાવ્યું હતું કે જો આગામી દિવસોમાં સ્લોટ નહીં ખૂલ્યા તો હજારો લોકોના સપના વિખેરાઈ જશે. આ સંજોગોમાં અમને તો અમેરિકા જતાં ભારતીય વિદ્યાર્થીની સંખ્યામાં 80 ટકા ઘટાડો થશે તેમ લાગે છે.અમને તો સ્ટુડન્ટ્સ અને તેમના માબાપના રોજ પેનિક કોલ આવે છે.

અરજીઓ હવે અચાનક જ રિજેક્ટ

આશ્ચર્યની વાત એ છે કે જે વિદ્યાર્થીઓએ માર્ચમાં અરજી કરી હતી અને ઇન્ટરવ્યુ સિક્યોર કર્યા હતા તે હાલમાં ઊંચો રિજેકશન રેટનો સામનો કરી રહ્યા છે.કેટલાય વિદ્યાર્થીઓ છે જેને લગભગ બધી જ એપ્રૂવલ મળી ગઈ હતી, તેમની અરજીઓ હવે અચાનક જ રિજેક્ટ કરવામાં આવી રહી છે. તેઓનું સોશિયલ મીડિયા એકાઉન્ટ પણ ક્લીન છે. તેનું એકમાત્ર કારણ તે આપવામાં આવે છે કે તેમને 214બી હેઠળ નકારવામાં આવ્યા છે. 

યુએસ ઇમિગ્રેશન એન્ડ નેશનાલિટી એક્ટની કલમ 214(બી) વિઝા ઇન્કાર માટેની સર્વસામાન્ય જોગવાઈ તરીકે ઉભરી આવી છે. ભારતીય સ્ટુડન્ટ્સ માટે આ જોગવાઈ જાણે કે એક મુખ્ય અવરોધ બની છે. તેમા એવું દર્શાવાય છે કે અરજદારે યજમાન દેશ સાથે એવી પૂરતી વિગતો દર્શાવી નથી જે પુરવાર કરી શકે કે તેનો વિઝાનો સમયગાળો પૂરો થયા પછી તે પરત ફરશે. 

ડલ્લાસ ખાતેના ઇમિગ્રેશન કન્સલ્ટન્ટે જણાવ્યું હતું કે આ જોગવાઈ નવી નથી, પરંતુ તેનો અમલ હવે થઈ રહ્યો છે. 

હૈદરાબાદ સ્થિત યુએસ કોન્સ્યુલેટે જણાવ્યું હતું કે સ્લોટ શરૂ થઈ ગયા છે અને વિદ્યાર્થીઓ એમ્બેસી કે વેબસાઇટ પર જઈ તેની એપોઇન્ટમેન્ટની ઉપલબ્ધતાની ચકાસણી કરી શકે છે. અમેરિકા જતાં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યામા જંગી ઘટાડાના કારણે અમેરિકાની ઘણી યુનિવર્સિટીઓએ ે તેના સપોર્ટિંગ સ્ટાફની પણ હકાલપટ્ટી કરવી પડી શકે છે, જે એક બીજું સંકટ છે.