મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

અમેરિકા/ ફ્લોરિડાના બારમાં ફરી ગોળીબાર, ફાયરિંગમાં 2 લોકોના મોત અને 7 ઘાયલ

અમેરિકામાં ગોળીબારની ઘટનાઓ અવારનવાર બનતી રહે છે. અહીં ફાયરિંગની ઘટનાઓ અટકવા

અમેરિકા/ ફ્લોરિડાના બારમાં ફરી ગોળીબાર, ફાયરિંગમાં 2 લોકોના મોત અને 7 ઘાયલ

અમેરિકામાં ગોળીબારની ઘટનાઓ અવારનવાર બનતી રહે છે. અહીં ફાયરિંગની ઘટનાઓ અટકવાનું નામ નથી લઇ રહી. અહીં એક પછી એક ગોળીબારના મામલા સામે આવી રહ્યા છે, જેમાં અનેક લોકો જીવ ગુમાવી રહ્યા છે. પરંતુ અમેરિકન પોલીસ આ ઘટનાઓને રોકવામાં નિષ્ફળ સાબિત થઈ છે. ફરી એકવાર, શનિવારે વહેલી સવારે અમેરિકાના મિયામીમાં જોરદાર ગોળીબાર થયો, જેમાં બે લોકોના મોત થયા. જ્યારે અન્ય સાત ઘાયલ થયા હતા. તપાસકર્તાઓએ જણાવ્યું હતું કે ફ્લોરિડાના ડોરલમાં માર્ટીની બારમાં સવારે 3:30 વાગ્યાની આસપાસ ઝઘડો થયો હતો.

મિયામી-ડાડે પોલીસ ડિટેક્ટીવએ જણાવ્યું હતું કે જ્યારે એક સુરક્ષા ગાર્ડે દરમિયાનગીરી કરી ત્યારે એક વ્યક્તિએ બંદૂક કાઢી અને ગોળી મારીને ગાર્ડની હત્યા કરી દીધી. ત્યાં સુરક્ષા માટે તૈનાત બે પોલીસ અધિકારીઓએ જવાબી કાર્યવાહી કરી જેમાં એક બંદૂકધારી માર્યો ગયો. ડોરલ પોલીસ વડાએ પત્રકારોને જણાવ્યું હતું કે ગોળીબારમાં એક અધિકારીને સાથળના ભાગે ગોળી વાગી હતી. અધિકારીઓએ જણાવ્યું કે ગોળીબારમાં ચાર પુરૂષો અને બે મહિલાઓ સહિત છ રાહદારીઓ પણ ઘાયલ થયા છે.

ઘાયલો પૈકી 2ની હાલત ગંભીર છે.

WTVJ-TVએ અહેવાલ આપ્યો છે કે ઘાયલ પોલીસ અધિકારીને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. છ રાહદારીઓ હજુ પણ હોસ્પિટલમાં છે, જેમાંથી બેની હાલત ગંભીર છે. બે અધિકારીઓ અને પ્રારંભિક હુમલાખોર બંદૂકો ધરાવતા હતા. ફ્લોરિડા ડિપાર્ટમેન્ટ ઓફ લો એન્ફોર્સમેન્ટ ગોળીબારની તપાસ કરી રહ્યું છે, જ્યારે મિયામી-ડાડે પોલીસ બે લોકોના મૃત્યુની તપાસ કરી રહી છે.

આ સમાચાર શેર કરો