પહેલા હેંગરથી માર માર્યો અને પછી જમીન પર ઢસડી : લંડનની હોટલમાં એર ઈન્ડિયાના ક્રૂ મેમ્બર પર હુમલો
લંડનની એક હોટલમાંથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. એર ઈન્ડિયાના ક્રૂ મેમ્બર પર ગુરુવારે રાત્રે હીથ્રોની રેડ

લંડનની એક હોટલમાંથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. એર ઈન્ડિયાના ક્રૂ મેમ્બર પર ગુરુવારે રાત્રે હીથ્રોની રેડિસન રેડ હોટલમાં એક વ્યક્તિએ હુમલો કર્યો હતો. હુમલાખોરને પકડીને પોલીસને સોંપવામાં આવ્યો છે. પીડિતાને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી અને હવે તે મુંબઈ પરત ફરવાની છે. સૂત્રોએ જણાવ્યું કે આ ઘટના મધ્યરાત્રિ પછી બની હતી, જ્યારે એર ઈન્ડિયાની ઘણી ફ્લાઈટ્સના ક્રૂ મેમ્બર્સ હોટેલમાં રોકાયા હતા. હુમલાખોરે હુમલો કર્યો ત્યારે ક્રૂ મેમ્બર સૂઈ રહ્યા હતા. આરોપીએ પીડિતા પર હેન્ગર વડે હુમલો કર્યો અને જ્યારે તેણીએ ભાગવાનો પ્રયાસ કર્યો ત્યારે આરોપીએ તેને જમીન પર ઢસડી હતી.
હુમલામાં ક્રૂ મેમ્બર ખરાબ રીતે ઘાયલ
સૂત્રોએ જણાવ્યું હતું કે, "તે હુમલામાં ખરાબ રીતે ઘાયલ થઈ હતી. હુમલાખોર ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો. પોલીસને ઘટના વિશે જાણ કરવામાં આવી હતી અને પીડિતાને હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. તે ફરજ પર પરત ફરી શકી ન હતી અને ચાલક દળનો એક સભ્ય તેની સાથે રોકાયો હતો. ક્રૂએ અપૂરતી સુરક્ષા, અંધારી કોરિડોર, હોટલના રૂમના દરવાજા ખટખટાવતા તોફાની તત્વોની ફરિયાદ કરી હતી. લંડન સહિત બ્રિટનના ઘણા વિસ્તારોમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને કારણે ત્યાંના દરેક લોકોએ સાવચેત રહેવાની જરૂર છે.
લંડનમાં સુરક્ષા અંગે ચિંતા
એક પાયલોટે કહ્યું, "લંડનમાં આ દિવસોમાં અમે એકલા બહાર જવાનું ટાળીએ છીએ. ક્રૂ મેમ્બર્સના રોકાણ માટે માત્ર ફૂલપ્રૂફ સિક્યુરિટી સિસ્ટમ ધરાવતી હોટલ પસંદ કરવી જોઈએ." એર ઈન્ડિયાના પ્રવક્તાએ કહ્યું કે તે તેના ક્રૂ મેમ્બર્સની સુરક્ષાને પ્રાથમિકતા આપે છે. તેમણે આ ઘટનામાં સામેલ લોકોની ગોપનીયતાની પણ વિનંતી કરી હતી.
તેમણે કહ્યું, "હોટલમાં ક્રૂ મેમ્બર પર હુમલાની ઘટનાથી હું દુખી છું. અમે અમારા સહયોગી અને તેની ટીમને શક્ય તમામ મદદ આપવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. એર ઈન્ડિયા સ્થાનિક પોલીસના સંપર્કમાં છે. અમે પણ હોટલના સંપર્કમાં છીએ. જેથી કરીને ભવિષ્યમાં ક્યારેય આવી ઘટનાઓનો સામનો ન કરવો પડે."








