Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : After Venezuela and Iran, Trump's 'fielding' on Cuba, gives big hints

વેનેઝુએલા-ઈરાન બાદ ક્યુબા પર ટ્રમ્પની નજર? વ્હાઇટ હાઉસમાં આપ્યું મોટું નિવેદન

Timeછેલ્લું અપડેટ : 17 Mar 2026
લાઇવ ટીવીGoogle News
વેનેઝુએલા-ઈરાન બાદ ક્યુબા પર ટ્રમ્પની નજર? વ્હાઇટ હાઉસમાં આપ્યું મોટું નિવેદન
સોર્સ : gstv

Trump on Cuba: વેનેઝુએલા અને ઈરાન પછી હવે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની નજર ક્યુબા પર હોવાનું જણાય છે. સોમવારે વ્હાઇટ હાઉસમાં પત્રકારોને સંબોધતા ટ્રમ્પે ક્યુબા પર કબજો મેળવવાના સંકેતો આપ્યા હતા, જેનાથી આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચાઓ જાગી છે. તેમણે સ્પષ્ટ કર્યું કે ક્યુબા હાલમાં ખૂબ જ કથળેલી હાલતમાં છે અને તેને કોઈ પણ રીતે પોતાના હસ્તક લેવું એ એક મોટું સન્માન હશે. ટ્રમ્પે વધુમાં એમ પણ કહ્યું કે, 'હું ક્યુબાને મુક્ત પણ કરી શકું છું  અથવા પોતાની મરજી મુજબ ત્યાં કોઈ પણ કાર્યવાહી કરવા સક્ષમ છું, હું જે ઈચ્છું તે કરી શકું છું.'

App Store

અમેરિકાના આકરા પ્રતિબંધોને કારણે ક્યુબાની હાલત કફોડી

નોંધનીય છે કે, અમેરિકા દ્વારા લાદવામાં આવેલા ઓઇલ પ્રતિબંધોને કારણે ક્યુબામાં હાલ ભારે કટોકટી સર્જાઈ છે. સોમવારે ક્યુબાની ઇલેક્ટ્રિક ગ્રીડ સંપૂર્ણપણે ઠપ્પ થઈ જતાં આખો દેશ અંધારપટમાં ડૂબી ગયો હતો. ક્યુબાના પ્રમુખ મિગુએલ ડિયાઝ-કેનેલે તાજેતરમાં જ જણાવ્યું હતું કે વોશિંગ્ટન દ્વારા લાદવામાં આવેલા પ્રતિબંધોને કારણે છેલ્લા ત્રણ મહિનાથી દેશને ઇંધણનો કોઈ મોટો જથ્થો મળ્યો નથી, જેના કારણે પાવર જનરેશનમાં ભારે મુશ્કેલી પડી રહી છે. 96 લાખની વસ્તી ધરાવતો આ દેશ હાલ વીજળીના અભાવે આર્થિક અને સામાજિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યો છે.

ક્યુબામાં દાયકાઓ જૂનું શાસન બદલવા અમેરિકાનું ભારે દબાણ

ટ્રમ્પ વહીવટીતંત્ર ક્યુબામાં દાયકાઓથી ચાલી રહેલા એકપક્ષીય શાસનને બદલવા માટે આર્થિક દબાણની વ્યૂહનીતિ અપનાવી રહ્યું છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, અમેરિકા ક્યુબાના પ્રમુખને સત્તા પરથી હટાવવા માટેના પ્રયાસો કરી રહ્યું છે. આ સંકટની શરૂઆત આ વર્ષે 3 જાન્યુઆરીએ વેનેઝુએલાના નેતા નિકોલસ માદુરોને સત્તા પરથી હટાવ્યા બાદ થઈ હતી, કારણ કે વેનેઝુએલા ક્યુબાનું મુખ્ય સાથી અને ઇંધણ પૂરું પાડનારું રાષ્ટ્ર હતું. ટ્રમ્પે દાવો કર્યો છે કે ક્યુબા અમેરિકા માટે મોટો ખતરો છે અને ઈરાન સાથેનું યુદ્ધ પૂર્ણ થયા બાદ તેઓ ક્યુબા સાથે કોઈ 'ડીલ' કરશે અથવા કડક પગલાં ભરશે.