Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : After Jordan's Prince, now Ethiopian Prime Minister drives a car for PM Modi

Car Diplomacy: જૉર્ડનના પ્રિન્સ બાદ હવે ઈથોપિયાના વડાપ્રધાને PM મોદી માટે ચલાવી કાર

Timeછેલ્લું અપડેટ : 16 Dec 2025
લાઇવ ટીવીGoogle News
Car Diplomacy: જૉર્ડનના પ્રિન્સ બાદ હવે ઈથોપિયાના વડાપ્રધાને PM મોદી માટે ચલાવી કાર
સોર્સ : GSTV

 વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દેશોના ચાર દિવસના પ્રવાસે છે. પીએમ મોદી મંગળવારે ઈથોપિયા પહોંચ્યા છે, જ્યાં તેઓ બંને દેશના સંબંધોને વધુ મજબૂત બનાવવાને લઈને ચર્ચા કરશે. ભારત અને ઈથોપિયાએ અદીસ અબાબામાં ઈથિપોયાના નેશનલ પેલેસમાં વડાપ્રધાન મોદી અનેમ ઈથોપિયાના વડાપ્રધાન અબી અહમદ અલીની હાજરીમાં એમઓયુ પર હસ્તાક્ષર કર્યા હતા.

App Store

ઈથોપિયાના વડાપ્રધાન મોદીને કારમાં હોટેલ સુધી લઈ ગયા

ઈથોપિયાના વડાપ્રધાન ડૉ. અબી અહમદ અલીએ અદીસ અબાબા આંતરરાષ્ટ્રીય હવાઇમથક પર પીએમ મોદીનું સ્વાગત કર્યું હતું. તેઓ મોદીને તેમની કારમાં હોટેલ સુધી લઈ ગયા હતા. રસ્તામાં તેઓ પીએમ મોદીને સાયન્સ મ્યુઝિયમ અને ફ્રેન્ડશીપ પાર્ક લઈ ગયા હતા, જે તેમના પ્રવાસ કાર્યક્રમમાં સામેલ નહોતા. તેમણે પીએમ મોદીને ઇથોપિયન કોફીની વિવિધ જાતો વિશે પણ માહિતી આપી હતી.

ઈથોપિયાના વડાપ્રધાન અબી અહમદ અને પીએમ મોદી સાથે એક ગાડીમાં બેસીની મુસાફરી કરવા મામલે કાર ડિપ્લોમેસીને લઈને ચર્ચા તેજ બની છે. અગાઉ જૉર્ડનના ક્રાઉન પ્રિન્સ અલ હુસૈન બિન અબ્દુલ્લા દ્વિતીયએ પીએમ મોદીને જાતે ગાડી ચલાવીને જોર્ડન મ્યુઝિયમ લઈ ગયા હતા.

જૉર્ડનમાં PM મોદી માટે ખુદ ક્રાઉન પ્રિન્સે ચલાવી કાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જૉર્ડનની મુલાકાત દરમિયાન તેમને વિશેષ રાજદ્વારી સન્માન આપવામાં આવ્યું હતું. મંગળવારે (16મી ડિસેમ્બર) જૉર્ડનના ક્રાઉન પ્રિન્સ અલ હુસૈન બિન અબ્દુલ્લા પોતે કાર ચલાવીને વડાપ્રધાન મોદીને જૉર્ડન મ્યુઝિયમ લઈ ગયા હતા, જે બંને દેશો વચ્ચેના મજબૂત સંબંધો દર્શાવે છે.

વડાપ્રધાન મોદીએ અહીં ભારત-જૉર્ડન બિઝનેસ ફોરમમાં હાજરી આપી હતી, જ્યાં તેમણે સુધારેલા શાસન અને નવીનતા આધારિત નીતિઓના પરિણામ સ્વરૂપે ભારતનો વિકાસ દર 8%થી વધુ હોવાનું જણાવ્યું હતું. આ મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચે 5 મહત્ત્વપૂર્ણ કરારો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.