મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

ઈઝરાયેલની એરસ્ટ્રાઈક બાદ ઈરાન લાલચોળ કહ્યું, "જડબાતોડ જવાબ મળશે"

ગત શનિવારે ઇઝરાયેલે સિરિયામાં એરસ્ટ્રાઈક કરી એક બિલ્ડીંગને નિશાનો બનાવ્યો હતો જે ઈરાનની કોન્સ

ઈઝરાયેલની એરસ્ટ્રાઈક બાદ ઈરાન લાલચોળ કહ્યું, "જડબાતોડ જવાબ મળશે"

ગત શનિવારે ઇઝરાયેલે સિરિયામાં એરસ્ટ્રાઈક કરી એક બિલ્ડીંગને નિશાનો બનાવ્યો હતો જે ઈરાનની કોન્સ્યુલેટ હતી જેમાં કોન્સ્યુલેટ તો તબાહ થઇ પણ  તેની સાથો સાથ ટોચના લશકરી અધિકારીઓના પણ મોત થયા હતા. ત્યારે આ ઘટનાને પગલે ઈરાને બદલો લેવાનું એલાન કર્યું છે અને કહ્યું છે, "ઇઝરાયેલને આનો આકરો જવાબ મળશે" 

ઉલ્લેખનીય છે કે, ઈઝરાયેલની એર સ્ટ્રાઈક બાદ સમગ્ર મધ્ય પૂર્વમાં ફરી એક વખત યુધ્ધની આગ વધારે ભડકે તેવા સંજોગો ઉભા થયા છે. ગાઝાનું યુધ્ધ હવે ગાઝા બહાર વિસ્તરે તેવો ખતરો પણ ઉભો થયો છે. જેમાં ઈરાનનુ સહયોગી જૂથ હિઝબુલ્લાહ ઈઝરાયેલ પર હુમલા કરી રહ્યુ છે અને સીરિયામાં ઈઝરાયેલે કરેલી એર સ્ટ્રાઈકમાં ઈરાનની કોન્સ્યુલેટ આખી તબાહ થઇ ગઈ હતી અને ટોચના લશ્કરી અધિકારીઓના મોત પણ નિપજ્યા હતા. તો હવે ઈઝરાયેલ પરના હુમલાઓમાં વધારો થઇ શકે છે. 

તેવામાં ઈરાનના વિદેશ મંત્રી હુસેન અમીરાબ્દુલ્લાહિયનને સોશિયલ મીડિયા પર ઈઝરાયેલની એર સ્ટ્રાઈકને વખોડી હતી ને કહ્યું હતું, "તમામ આંતરરાષ્ટ્રીય કરારોનુ અને નિયમોનુ ઉલ્લંઘન કરીને ઈઝરાયેલે અત્યંત ક્રુરતાપૂર્વક કોન્સ્યુલેટને ટાર્ગેટ કરી છે અને ઈરાન જ્યારે ઈચ્છે ત્યારે તેનો જવાબ આપશે"

ઈરાનના સમર્થિત સંગઠન હિઝબુલ્લાહે પણ ઈઝરાયેલને ધમકી આપીને કહ્યુ છે કે, "ઈઝરાયેલને તેના ગુનાની સજા મળશે. અમે તેનો બદલો લઈશું"

તેટલું જ નહીં પરંતુ આ હુમલા બાદ સીરિયાની રાજધાની દમાસ્કસમાં મીડિયા સાથેની વાતચીતમાં ઈરાનના રાજદૂત હુસૈન અકબરીએ કહ્યુ હતુ કે, "દૂતાવાસની બાજુમાં જ કોન્સ્યુલેટની ઈમારત આવેલી છે ને તેના પર ઈઝરાયેલના એફ-35 લડાકુ વિમાનોએ 6 મિસાઈલથી હુમલો કર્યો હતો. પહેલી વખત એવુ બન્યુ છે કે, ઈઝરાયેલે ઈરાનની સરકારની સત્તાવાર ઈમારત પર હુમલો કરવાનુ દુસ્સાહસ કર્યુ છે"

આ સમાચાર શેર કરો