મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

બાંગ્લાદેશ: ઢાકામાં અવામી લીગના નેતાની હોટલ પર હુમલો, 8 લોકોને જીવતા સળગાવ્યા; 84થી વધુ ઘાયલ

શેખ હસીનાએ વડાપ્રધાન પદેથી રાજીનામું આપી દેશ છોડ્યા પછી પણ બાંગ્લાદેશમાં હિંસા અટકી રહી નથી. હવે ઉપદ્રવીઓ લઘુમતી હિંદુઓ, શેખ હસીનાની પા

બાંગ્લાદેશ: ઢાકામાં અવામી લીગના નેતાની હોટલ પર હુમલો, 8 લોકોને જીવતા સળગાવ્યા; 84થી વધુ ઘાયલ

શેખ હસીનાએ વડાપ્રધાન પદેથી રાજીનામું આપી દેશ છોડ્યા પછી પણ બાંગ્લાદેશમાં હિંસા અટકી રહી નથી. હવે ઉપદ્રવીઓ લઘુમતી હિંદુઓ, શેખ હસીનાની પાર્ટી અવામી લીગના સમર્થકો અને તેમના સંગઠનોને નિશાન બનાવી રહ્યા છે. સોમવારે ઉપદ્વવીઓએ જેસોરમાં એક હોટલમાં આગ લગાવી હતી, જેમાં આઠ લોકોને  જીવતા સળગાવ્યા હતા  અને 84 લોકો ઘાયલ થયા હતા.

 આઠ લોકોને  જીવતા સળગાવ્યા

જે હોટલમાં આગ લાગાવી તે અવામી લીગના નેતા શાહીન ચકલાદારની છે. ચકલાદાર જેસોર જિલ્લાના અવામી લીગના જનરલ સેક્રેટરી છે. ડેપ્યુટી કમિશનર અબરારુલ ઈસ્લામે આગ લાગવાના સમાચારની પુષ્ટિ કરી હતી. મૃતકોમાંથી બેની ઓળખ 20 વર્ષીય ચયન અને 19 વર્ષીય સેજાન હુસૈન તરીકે થઈ છે. જશોર જનરલ હોસ્પિટલના કર્મચારી હારુન-યા-રશીદે જણાવ્યું હતું કે ઓછામાં ઓછા 84 લોકો, જેમાંથી મોટાભાગના વિદ્યાર્થીઓ છે, હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

ક્રિકેટર મશરફે મુર્તઝાનું ઘર સળગાવી દેવાયું

અવામી લીગના સાંસદ કાઝી નબીલના નિવાસસ્થાને પણ તોડફોડ કરી અને આગ લગાડી. મુર્તઝા અવામી લીગનો નેતા છે. તેમણે શેખ હસીનાની પાર્ટી તરફથી જાન્યુઆરીમાં યોજાયેલી સામાન્ય ચૂંટણી લડી અને સંસદ સભ્ય બન્યા.

5  તારીખે પ્રદર્શનકારીઓએ બાંગ્લાદેશના પીએમના આવાસમાં લૂંટ ચલાવી 

અગાઉ 5 ઓગસ્ટે બાંગ્લાદેશમાં બગડતી પરિસ્થિતિ વચ્ચે શેખ હસીનાએ વડાપ્રધાન પદેથી રાજીનામું આપી દીધું હતું અને તેમને દેશ છોડવાની ફરજ પડી હતી. હાલમાં બાંગ્લાદેશમાં સેનાએ શાસન સંભાળી લીધું છે અને વચગાળાની સરકાર બનાવવાની પ્રક્રિયા ચાલી રહી છે. હસીના એરફોર્સના સ્પેશિયલ પ્લેનમાં ભારતના હિંડન એરબેઝ પર પહોંચી હતી. તે અહીં એક સેફ હાઉસમાં રહે છે. 5 ઓગસ્ટના રોજ, હજારો બદમાશોના ટોળાએ બાંગ્લાદેશના વડા પ્રધાનના નિવાસસ્થાન 'ગણ ભવન' પર હુમલો કર્યો અને વ્યાપક લૂંટ ચલાવી.

આ સમાચાર શેર કરો