Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : 6 Pakistanis, Bangladeshis arrested in Bahrain for making videos praising Iran's attack

VIDEO: ઈરાનના હુમલાના વખાણ કરતા બનાવ્યા વીડિયો, બહેરીનમાં 6 પાકિસ્તાની-બાંગ્લાદેશીની ધરપકડ

Timeછેલ્લું અપડેટ : 10 Mar 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

બહેરીનના આંતરિક મંત્રાલયે ઈરાનના મિસાઈલ અને ડ્રોન હુમલાના વખાણ કરવાના આરોપમાં 5 પાકિસ્તાની અને 1 બાંગ્લાદેશી નાગરિકની ધરપકડ કરી છે. એન્ટી-સાયબર ક્રાઈમ ડિરેક્ટોરેટે આ છ એશિયન નાગરિકોની ઓળખ કરી તેમને કસ્ટડીમાં લીધા છે. આ લોકોએ બહેરીન પર થયેલા ઈરાની હુમલાની અસર દર્શાવતા વીડિયો બનાવ્યા અને તેને સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા.

App Store

આરોપીઓએ ઈરાનની આક્રમકતા પ્રત્યે સહાનુભૂતિ દર્શાવી અને તેવા પ્રતિકૂળ કાર્યોનું મહિમામંડન કર્યું, જે જાહેર વ્યવસ્થા અને સુરક્ષા માટે નુકસાનકારક છે.

ધરપકડ કરાયેલા લોકો પર આરોપ છે કે તેમણે સોશિયલ મીડિયા દ્વારા ભ્રામક માહિતી ફેલાવીને નાગરિકો અને રહેવાસીઓમાં ડર પેદા કરવાનું કામ કર્યું છે. કાયદેસરની કાર્યવાહી કરતા શંકાસ્પદોને પબ્લિક પ્રોસિક્યુશન (લોક અભિયોજન) પાસે મોકલી દેવામાં આવ્યા છે.

ભ્રામક વીડિયો અને સુરક્ષાનું જોખમ

આંતરિક મંત્રાલયના જણાવ્યા અનુસાર, ધરપકડ કરાયેલા નાગરિકોએ ઈરાની હુમલા સાથે જોડાયેલી સામગ્રીને માત્ર રેકોર્ડ જ નહોતી કરી, પરંતુ તેને વારંવાર રીપોસ્ટ પણ કરી હતી. આ કૃત્ય જાહેર જનતાના અભિપ્રાયને ગેરમાર્ગે દોરવા અને સમાજમાં અસુરક્ષાની ભાવના પેદા કરવાની શ્રેણીમાં આવે છે. જનરલ ડિરેક્ટોરેટ (ભ્રષ્ટાચાર વિરોધી અને આર્થિક તથા ઈલેક્ટ્રોનિક સુરક્ષા)એ તપાસમાં જાણ્યું કે આ પ્રવૃત્તિઓ રાષ્ટ્રની સુરક્ષા અને શાંતિને નુકસાન પહોંચાડવાના ઉદ્દેશ્યથી કરવામાં આવી હતી.

સત્તાવાર સ્ત્રોતો પર વિશ્વાસ રાખવા અપીલ

આ ઘટના બાદ બહેરીન સરકારે તમામ નાગરિકો અને રહેવાસીઓને સતર્ક રહેવા વિનંતી કરી છે. મંત્રાલયે કડક સૂચના આપી છે કે માહિતી ફક્ત સત્તાવાર સ્ત્રોતો પાસેથી જ મેળવવી જોઈએ. કાયદેસરની જવાબદારીથી બચવા અને દેશની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે વણચકાસાયેલા (unverified) વીડિયો કે સમાચારો પ્રસારિત કરવાથી બચવાની સલાહ આપવામાં આવી છે. અધિકારીઓએ જણાવ્યું છે કે સુરક્ષા અને જાહેર વ્યવસ્થાને બગાડવાના કોઈપણ પ્રયાસ પર કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.