Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : 5 lakh crore loss to America due to fire in Los Angeles

લોસ એન્જલસમાં દાવાનળે વિનાશ વેર્યો; અમેરિકાને 5.15 લાખ કરોડનું નુકસાન,10 લોકોના મોત

Timeછેલ્લું અપડેટ : 10 Jan 2025
લાઇવ ટીવીGoogle News
લોસ એન્જલસમાં દાવાનળે વિનાશ વેર્યો; અમેરિકાને 5.15 લાખ કરોડનું નુકસાન,10 લોકોના મોત

અમેરિકાના કેલિફોર્નિયામાં દાવાનળે વિનાશ વેર્યો છે. લોસ એન્જલસમાં બુધવારથી શરૂ થયેલી આગ પર હજુ સુધી નિયંત્રણ મેળવી શકાયું નથી. સૌથી ધનાઢ્ય શહેરોમાંના એક લોસ એન્જલસના જંગલોમાં છ સ્થળો પર 17000 એકરમાં લાગેલી આગને કારણે 10 લોકોના મોત થયા છે. આ દુર્ઘટનાથી અમેરિકાને 5700 કરોડ ડૉલર અંદાજે 5.15 લાખ કરોડનું નુકસાન થવાનું અનુમાન છે. 

App Store

7500થી વધુ ફાયર કર્મીના આગને કાબુમાં લેવાના પ્રયાસ

કેલિફોર્નિયાના લોસ એન્જલસમાં લાગેલી આગ પર કાબુ મેળવવા માટે ફાયર બ્રિગેડની ટીમ કામ કરી રહી છે. 7500થી વધુ કર્મચારી આગને કાબુમાં લેવાનો પ્રયાસ કરી રહ્યાં છે. બે લાખ લોકોને ચેતવણી આપવામાં આવી છે કે તે પોતાના ઘર ખાલી કરી દે. પોલીસનું કહેવું છે કે આ ઘટનામાં 10 લોકોના મોત થયા છે. લોસ એન્જલસ કાઉન્ટીના શેરિફ રોબર્ટ લૂનાએ કહ્યું કે મૃતકોની સંખ્યા વધવાની આશંકા છે.

હેલિકોપ્ટર અને વિમાનની પણ મદદ લેવામાં આવી

આગને કાબુમાં લેવા માટે હેલિકોપ્ટર અને વિમાનથી પણ આગને કાબુમાં લેવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે પરંતુ આગ કાબુમાં આવી નથી. હવાઓની દિશા બદલાવાને કારણે વારંવાર આગ વધી રહી છે અને દરેક તરફ ફેલાઇ રહી છે.

હોલિવૂડ હિલ્સ પણ આગની જ્વાળાઓથી ઘેરાઈ

હોલિવૂડ હિલ્સ પણ આગની જ્વાળાઓથી ઘેરાઈ ગઈ હતી. આ આગમાં 2000થી વધુ ઈમારતો ખાખ થઈ ગઈ છે અને 28000થી વધુ ઘરોને નુકસાન પહોંચ્યું છે. આ સિવાય આ વિસ્તારમાં હોસ્પિટલો અને એક ડઝનથી વધુ સ્કૂલો પણ આગની ઝપેટમાં આવી ગઈ હતી. 

જે જાણીતી હસ્તીઓએ આ આગમાં પોતાનું ઘર ગુમાવવું પડ્યું છે તેમાં કેટલાક દિવસ પહેલા જ ગોલ્ડન ગ્લોબ એવોર્ડમાં સામેલ થનારા લીટર મેસ્ટર અને એડમ બ્રૉડી સિવાય પેરિસ હિલ્ટન પણ સામેલ છે.

આ પણ વાંચો: પાકિસ્તાનમાં પરમાણુ બોમ્બ બનાવતા 16 વિજ્ઞાનીનું અપહરણ, આતંકી સંગઠન TTP એ લીધી જવાબદારી 

પ્રિયંકા ચોપરાએ વીડિયો પોસ્ટ કર્યો

લોસ એન્જલસમાં રહેતી અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ ત્યાંના રહેવાસીઓની સલામતી અંગે ચિંતા વ્યક્ત કરી. પ્રિયંકાએ ઇન્સ્ટાગ્રામ પર લખ્યું: "મારી સંવેદનાઓ તે બધા લોકો સાથે છે જે પ્રભાવિત થયા છે. "આશા છે કે આજે રાત્રે આપણે બધા સુરક્ષિત રહીશું.'' તેમણે આગનો વીડિયો પણ પોસ્ટ કર્યો.

અમેરિકન વીમા ઉદ્યોગને ડર છે કે આ અમેરિકાના ઇતિહાસમાં જંગલોમાં લાગેલી સૌથી મોંઘી આગ સાબિત થશે કારણ કે આગના દાયરામાં આવતી સંપત્તિઓની કિંમત ઘણી વધારે છે.