મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

સોમાલિયાનો સમુદ્રી તટ થયો લોહિયાળ, અચાનક ગોળીઓ વરસતાં 32 લોકોના મોત

આફ્રિકન દેશ સોમાલિયાની રાજધાની મોગાદિશુમાં બીચ પર સ્થિત એક હોટલ પર શુક્રવારે સાંજે હુમલો થયો હતો. પોલીસના જણાવ્યા મુજબ આ હ

સોમાલિયાનો સમુદ્રી તટ થયો લોહિયાળ, અચાનક ગોળીઓ વરસતાં 32 લોકોના મોત

આફ્રિકન દેશ સોમાલિયાની રાજધાની મોગાદિશુમાં બીચ પર સ્થિત એક હોટલ પર શુક્રવારે સાંજે હુમલો થયો હતો. પોલીસના જણાવ્યા મુજબ આ હુમલામાં 32 લોકોના મોત અને 63 લોકો ઘાયલ થયા છે. પોલીસ પ્રવક્તા મેજર અબ્દીફતાહ અદન હસાએ પત્રકારોને જણાવ્યું કે હુમલામાં એક સૈનિક અને બાકીના નાગરિકો હતા. હસને કહ્યું કે, હુમલામાં અન્ય એક સૈનિક પણ ઘાયલ થયો છે. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે વિસ્ફોટ બાદ ગોળીબાર થયો હતો.

સોમાલિયાનો દરિયો ત્યારે લોહીથી લાલ થઈ ગયો જ્યારે ત્યાંના એક બીચ પર એકઠા થયેલા લોકો પર અચાનક ગોળીઓ છોડવા લાગી. અલ-શબાબના આત્મઘાતી બોમ્બરો અને બંદૂકધારીઓએ સોમાલીની રાજધાની મોગાદિશુના વ્યસ્ત બીચ પર હુમલો કર્યો હતો, જેમાં 32 લોકો માર્યા ગયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા. પોલીસે જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક મહિનામાં આ સૌથી ઘાતક હુમલાઓમાંનો એક હતો.

અલ-કાયદાના પૂર્વ આફ્રિકન સહયોગી અલ-શબાબે તેના રેડિયો દ્વારા જણાવ્યું હતું કે આ હુમલો તેના લડાકુએ કર્યો છે. દેશની સરકારી ન્યૂઝ એજન્સીએ કહ્યું કે, સુરક્ષા દળોએ 'હુમલાખોરોને મારી નાખ્યા' છે પરંતુ ગોળીબારમાં કોઈ જાનહાનિ વિશે કોઈ માહિતી આપવામાં આવી નથી. અલ-કાયદાના પૂર્વ આફ્રિકન સહયોગી અલ-શબાબે રેડિયો દ્વારા હુમલાની જવાબદારી સ્વીકારતા કહ્યું કે તેના લડવૈયાઓએ હોટલ પર હુમલો કર્યો હતો. જણાવી દઈએ કે, મોગાદિશુનો લોકપ્રિય વિસ્તાર લિડો બીચ મોડી રાત્રે પણ વિવિધ પ્રવૃત્તિથી ધમધમતો હોય છે. કારણ કે સપ્તાહના અંતે સોમાલીઓ આ વિસ્તારમાં આવે છે.

એક પ્રત્યક્ષદર્શી, મોહમ્મદ મોઆલિમે જણાવ્યું હતું કે તેણે એક હુમલાખોરને વિસ્ફોટકોથી લદાયેલું જેકેટ પહેરેલો જોયો હતો. જેણે થોડી જ ક્ષણો પછી હોટલની નજીક પોતાની જાતને ઉડાવી દીધી હતી. મોઆલિમે કહ્યું કે હોટલમાં તેની સાથે રહેલા તેના કેટલાક સાથીદારો પણ માર્યા ગયા અને અન્ય લોકો ઘાયલ થયા હતા. 

જણાવી દઈએ કે, લિડો બીચ અગાઉ અલ-શબાબ સાથે જોડાયેલા આતંકવાદીઓ દ્વારા નિશાન બનાવવામાં આવ્યું છે. ગયા વર્ષે આ હુમલામાં નવ લોકો માર્યા ગયા હતા.

આ સમાચાર શેર કરો