VEDIO:ANDAR NI VAAT/લવંડરની સુગંધથી મહેકી ઉઠ્યું જમ્મુ-કાશ્મીર!
જમ્મુ-કાશ્મીરના ડોડા જિલ્લામાં આવેલી મનોહર ભદરવાહ ખીણ અત્યારે દેશભરમાં એક અનોખી કૃષિ ક્રાંતિ માટે ચર્ચ

જમ્મુ-કાશ્મીરના ડોડા જિલ્લામાં આવેલી મનોહર ભદરવાહ ખીણ અત્યારે દેશભરમાં એક અનોખી કૃષિ ક્રાંતિ માટે ચર્ચાના કેન્દ્રમાં છે. અહીં મોટા પાયે થઈ રહેલી લવંડરની ખેતીએ ભદરવાહને ભારતની પર્પલ રિવોલ્યુશનના મુખ્ય હબ તરીકે સ્થાપિત કરી દીધું છે. અગાઉ આ પહાડી ઢોળાવો પર ખેડૂતો માત્ર મકાઈ જેવી પરંપરાગત ખેતી કરતા હતા, જેમાં મહેનતના પ્રમાણમાં ઘણો ઓછો નફો મળતો હતો. પરંતુ કેન્દ્ર સરકારના એરોમા મિશનના પ્રોત્સાહન અને વૈજ્ઞાનિક સહાય બાદ સ્થાનિક ખેડૂતોએ મોટા પાયે લવંડરના છોડ રોપવાનું શરૂ કર્યું છે. આજે સમગ્ર ખીણ જાંબલી રંગના સુંદર ફૂલોથી ફુલગુલાબી બની ગઈ છે અને હજારો પરિવારો માટે આજીવિકાનો સૌથી મોટો અને મજબૂત સ્રોત સાબિત થઈ રહી છે.
લવંડરની આ ખેતી માત્ર સ્થાનિક અર્થતંત્રને જ વેગ નથી આપી રહી, પરંતુ તેમાંથી બનતા કિંમતી તેલ, અર્ક અને સુગંધિત ઉત્પાદનોની વૈશ્વિક બજારમાં ભારે માંગ હોવાથી ખેડૂતોની આવકમાં પણ બમણો વધારો થયો છે. કાશ્મીરની આ સુંદરતા જોવા અને લવંડરના બગીચાઓની મુલાકાત લેવા માટે દેશ-વિદેશના પ્રવાસીઓ પણ મોટી સંખ્યામાં ભદરવાહ તરફ આકર્ષાઈ રહ્યા છે, જેનાથી સ્થાનિક પર્યટન ઉદ્યોગ ખીલ્યો છે. સ્થાનિક યુવાનો અને ખાસ કરીને મહિલાઓ આ ફૂલોમાંથી વિવિધ કિંમતી ઉત્પાદનો બનાવીને રોજગારી મેળવી રહી છે અને આત્મનિર્ભર બની રહી છે. કૃષિ ક્ષેત્રે ટેકનોલોજી અને નવીનતાના સુંદર સમન્વયથી સરહદી વિસ્તારના નાગરિકોના જીવનમાં આવેલું આ આર્થિક પરિવર્તન ખરેખર પ્રશંસનીય અને દેશના અન્ય પહાડી વિસ્તારો માટે ખૂબ જ પ્રેરણાદાયી છે.
બ્યૂરો રિપોર્ટ જીએસટીવી






