મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Vadodara news: લખનઉની ઘટના બાદ ફાયર બ્રિગેડ એક્શનમાં, 15 ક્લાસીસને ફટકારી નોટિસ

સુરત અને લખનઉના કોચિંગ ક્લાસમાં ફાયર સેફટીની તકેદારીના અભાવે બનેલી આગની દુર્ઘટનાના બ

Vadodara news: લખનઉની ઘટના બાદ ફાયર બ્રિગેડ એક્શનમાં, 15 ક્લાસીસને ફટકારી નોટિસ
આ સમાચાર સાંભળો

સુરત અને લખનઉના કોચિંગ ક્લાસમાં ફાયર સેફટીની તકેદારીના અભાવે બનેલી આગની દુર્ઘટનાના બનાવોને પગલે વડોદરા ફાયર બ્રિગેડ દ્વારા શહેરના ટ્યુશન ક્લાસીસ સામે ફાયર સેફટીની તપાસ શરૂ કરવામાં આવી છે.

વડોદરા ફાયર બ્રિગેડના ડેપ્યુટી ચીફ ફાયર ફાયરના નેજા હેઠળ જુદી જુદી સાત ટીમો દ્વારા વિવિધ વિસ્તારોમાં સર્ચ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત ટ્યુશન ક્લાસના સંચાલકોને ફાયર સેફ્ટીની તાલીમ તેમજ ઈમરજન્સી વખતે પેનિક નહીં થઈ કેવી રીતે સુરક્ષિત રીતે પગલાં લેવા તેની સમજ આપવામાં આવી રહી છે.

15 સંસ્થાને નોટિસ

પ્રાપ્ત વિગતો મુજબ બે દિવસ દરમિયાન ફાયર બ્રિગેડ દ્વારા ટ્યુશન ક્લાસીસ, કોમ્પ્યુટર ટ્રેનિંગ સેન્ટર અને અન્ય શૈક્ષણિક સંસ્થાઓ મળી કુલ 49 સંસ્થાઓમાં તપાસ કરવામાં આવી છે. જે દરમિયાન 15 સંસ્થામાં કેટલીક ક્ષતિઓ જોવા મળતા તેમને નોટિસ આપી સમય મર્યાદામાં ક્ષતિઓ સુધારવા માટે કહેવાયું છે.
જે સંસ્થાઓને નોટિસ આપવામાં આવી છે તેમના નામો આમ નીચે મુજબ છે.

સમર્થ એજ્યુકેશન – અમિતનગર ચાર રસ્તા પાસે
દેવ વોકેશનલ ટ્રેનિંગ – VIP રોડ
કેનોન કો. ઇન્સ્ટિટ્યૂટ – વાઘોડિયા રોડ
દીપ પટેલ ક્લાસીસ – વૈકુંઠ ચાર રસ્તા, વાઘોડિયા રોડ
કોમ્પ્યુટર સેન્ટર – વાઘોડિયા રોડ
કે.એસ. ટેકનોલોજી ઇન્સ્ટિટ્યૂટ
લિટલ રેમ્બો કિડ્સ – તરસાલી
યુ વિલ ક્લાસીસ – મલ્હાર પોઇન્ટ, વડીવાડી
અસ્વિનસર કોમર્સ ક્લાસીસ – મલ્હાર પોઇન્ટ, વડીવાડી
લિટલ જાયન્ટ્સ – ઓ.પી. રોડ
જે.કે. શાહ ક્લાસીસ – વડીવાડી
જે.પી. કી પાઠશાલા – ગોરવા પંચવટી
ગાયત્રી કોચિંગ ક્લાસીસ- મહાવીર હોલની બાજુમાં, વાઘોડિયા રોડ
 વિજય શાહ એન્જીનીયરીંગ ક્લાસીસ- સિદ્ધિવિનાયક કોમ્પ્લેક્સ 
ઇન્દુ ક્લાસીસ શંકર ટેકરી રોડ, ટેકનોલોજી ફેકલ્ટી પાછળ.

આ સમાચાર શેર કરો