મુખ્ય સામગ્રી પર જાઓ
વીડિયો

ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખે અંબાજીમાં માંના કર્યા દર્શન

આજે ગુજરાત ભાજપના નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માનું અંબાજી ખાતે ભવ્ય સ્વાગત કરવ

આજે ગુજરાત ભાજપના નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માનું અંબાજી ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. અંબાજી ખાતે આવેલા 51 શક્તિપીઠ સર્કલ પર આયોજિત કાર્યક્રમમાં ઢોલ નગાડાઓ, આદિવાસી નૃત્યો અને બેગપાઈપર બેન્ડની ધૂન સાથે પ્રદેશ પ્રમુખનું સ્વાગત કરવામાં આવ્યું.કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. સ્વાગત બાદ જગદીશ વિશ્વકર્માએ માતા અંબાના મંદિરમાં દર્શન કરી આશીર્વાદ લીધા હતા. માતાજીના દર્શન બાદ તેઓ તેમના પ્રવાસની યાત્રા માટે રવાના થયા હતા.

આ સમાચાર શેર કરો