મુખ્ય સામગ્રી પર જાઓ
વીડિયો

VIDEO : ANDARNI VAAT/ મહાબલિપુરમ જેવી જ અદ્ભુત કલા, પણ આજે લુપ્ત થવાના આરે!

તમિલનાડુનો મહાબલિપુરમ અને તેની આસપાસનો વિસ્તાર મુર્તિ અને શિલ્પકલા માટે દેશ-વિદેશમાં ખ્યાત છે. અહિયા બનતી મુર્તિઓ અને શિલ્પ દ

તમિલનાડુનો મહાબલિપુરમ અને તેની આસપાસનો વિસ્તાર મુર્તિ અને શિલ્પકલા માટે દેશ-વિદેશમાં ખ્યાત છે. અહિયા બનતી મુર્તિઓ અને શિલ્પ દેશના ખુણે ખુણે પહોંચે છે. અહિયાની કલા, કોતરણી અને ઘડામણની તોલે અન્ય કોઇ શિલ્પકલા આવી શકે નહીં. મહાબલીપુરમથી થોડે દૂર તિરુવન્નામલાઈ જિલ્લામાં પોલુર અને મોડૈયુર ગામની શિલ્પ અને મૃતિ કલા કારીગરી સદીઓથી વખણાય છે. અહિયા બનતી મુર્તિ અને કલાકૃતિ અન્યથી અલગ પડે છે. જો કે પેઢીઓથી ચાલતો મુર્તિકલાનો પરંપરાગત ઉદ્યોગ મૃતપ્રાય અવસ્થામાં પહોંચી ગયો છે. નવી પેઢી આ કલા અપનાવવા તૈયાર ન થતા કલા વ્યસાયમાં સંકટના વાદળો ઘેરાયા છે. મોડૈયુરમાં અંદાજે ૧૨૦૦થી વધુ પરિવારોના મુર્તિકલા સાથે જોડાયેલા છે. મહાબલિપુરમ પછી તે શિલ્પકલાનું સૌથી મહત્વનું કેન્દ્ર ગણાય છે. 

ગામના કારીગરો વર્ષોથી નાની-મોટી ડેકોરેટિવ વસ્તુઓથી માંડીને વિશાળ કદની દેવી-દેવતાઓની મૂર્તિઓ, મંદિરો માટેના સ્તંભો અને કોતરણીવાળી શિલ્પકૃતિઓ બનાવે છે. આ મુર્તિઓ તમિલનાડુના વિવિધ જિલ્લાઓ તેમજ દેશના અન્ય રાજ્યોમાં વેચાય છે. આ મુર્તિઓ વિદેશોમાં પણ નિકાસ થાય છે. આ કલા ઉદ્યોગની વિશેષતા એ છે કે અહીંના કારીગરો હાથેથી દરેક શિલ્પકૃતિ બનાવે છે. હાથ બનાવટમાં પથ્થરની કોતરણીમાં નિપુણતા અને ધાર્મિક ભાવના એકસાથે જળવાઈ રહી છે. પણ આધુનિક શિક્ષણ, વધુ સારી આવકના વિકલ્પો અને કઠિન મહેનતને કારણે યુવાન પેઢી આ વ્યવસાયથી દૂર ભાગી રહી છે. સદીઓ જૂનો કલાકૃતિ ઉદ્યોગ ધીમે ધીમે વિલુપ્ત થવાના કગાર પર છે. સ્થાનિક કારીગરોએ કહે છે કે અમારા પૂર્વજોના સમયથી અમે આ કલા સાથે જોડાયેલા છે. પથ્થરો કાયદેસર રીતે GST ચૂકવીને પરવાનગી સાથે લાવીએ છે, તેમ છતાં સરકારીના ઓરમાયા વર્તનના કારણે ઉદ્યોગ પડી ભાંગ્યો છે. કારીગરોએ સરકાર પાસે માંગ કરી છે કે, પરંપરાગત કલાને જીવંત રાખવા માટે વિશેષ તાલીમ કેન્દ્રો શરૂ કરવામાં આવે. યુવાનોને કલામાં આકર્ષવા માટે સ્કોલરશિપ અને આર્થિક સહાય આપવામાં આવે. ઉદ્યોગને ઉત્તેજન આપવા માટે માર્કેટિંગ સહાય, નિકાસ માટે સરળ પરવાનગી પણ આપવામાં આવે. તેઓએ માંગ કરી છે કે કારીગરો પેન્શન કે વીમા જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે જેથી આ અમૂલ્ય વારસો જળવાઇ રહે અને અને હજારો પરિવારોની રોજી-રોટી બચી શકે. હવે સરકાર આ મુદ્દે કાંઇ વિચારે છે કે નહીં તે જોવું રહ્યું . 

આ સમાચાર શેર કરો