મુખ્ય સામગ્રી પર જાઓ
ટ્રેન્ડિંગ

રેલ્વે ટ્રેક પર પથ્થર-સિલિન્ડર મૂક્યો, વાયરલ VIDEO પર પોલીસના હાથે ઝડપાયો યુટ્યુબર

તાજેતરમાં યુટ્યુબરના એક વાયરલ વીડિયોએ વિવાદ વેર્યો હતો. વીડિયોમાં યુટ્યુબર વ્યૂઝ માટે હજારો લોકોનો જીવ જોખમમાં મૂકત

રેલ્વે ટ્રેક પર પથ્થર-સિલિન્ડર મૂક્યો, વાયરલ VIDEO પર પોલીસના હાથે ઝડપાયો યુટ્યુબર

તાજેતરમાં યુટ્યુબરના એક વાયરલ વીડિયોએ વિવાદ વેર્યો હતો. વીડિયોમાં યુટ્યુબર વ્યૂઝ માટે હજારો લોકોનો જીવ જોખમમાં મૂકતો જોવા મળ્યો હતો. મામલો યુપીના પ્રયાગરાજના લાલગોપાલગંજનો છે.

અહીં યુટ્યુબર ગુલઝાર શેખના એક વીડિયોમાં તે રેલ્વે ટ્રેકની કિનારે ઉભો છે અને દરેક ટ્રેનના આગમન પહેલા તે ટ્રેક પર કોઈને કોઈ વસ્તુ મૂકી રહ્યો છે. તે પણ માત્ર એક નાનો કાંકરો કે સિક્કો નહીં, પણ મોટા પથ્થરો, જીવંતી મરઘી, બાળકોની સાયકલ અને એક નાનો ગેસ સિલિન્ડર પણ. તે દરેક વસ્તુને ટ્રેક પર રાખી રહ્યો છે અને ટ્રેન પસાર થતો જોઈ રહ્યો છે.

આ બધાથી કોઈ દુર્ઘટના થઈ કે નહીં તે જાણી શકાયું નથી, પરંતુ તે ભયાનક બની શકે છે અને તેના કારણે હજારો મુસાફરોએ જીવ ગુમાવી શકતા હતાં. 10મું પાસ 24 વર્ષીય ગુલઝાર આખો દિવસ વીડિયો અને રીલ બનાવે છે. તેણે આ વીડિયો એપ્રિલમાં પોસ્ટ કર્યો હતો.

ગુલઝાર આ વસ્તુઓને રેલ્વે ટ્રેક પર મૂકીને વિચિત્ર પ્રયોગો કરી રહ્યો હતો કે જ્યારે તે આવું કરે ત્યારે શું થાય છે. આરપીએફએ ગુલઝારના આ પ્રયોગને રેલ્વે સુરક્ષા માટે ગંભીર મામલો ગણાવ્યો છે. આ રીતે રેલ્વે ટ્રેક સાથે છેડછાડ કરીને વીડિયો બનાવવો પણ ખતરોથી ઓછો નથી. આવી હરકતના કારણે ગમે ત્યારે મોટો અકસ્માત સર્જાઈ શકે છે.

વીડિયો વાયરલ થયા બાદ રેલ્વે પ્રશાસને કડક કાર્યવાહી કરી છે અને આરપીએફએ યુવક વિરુદ્ધ એફઆઈઆર નોંધી છે. આ માહિતી પ્રયાગરાજ નવાબગંજ પોલીસ સ્ટેશનને આપવામાં આવી છે, ત્યારબાદ નવાબગંજ પોલીસ સ્ટેશન દ્વારા આરોપી યુવકને આરપીએફને સોંપવામાં આવ્યો છે અને યુવક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

આ સમાચાર શેર કરો