મુખ્ય સામગ્રી પર જાઓ
ટ્રેન્ડિંગ

ChatGPTની સલાહથી પહેલા સગાઈ તોડી અને પછી AI પાર્ટનર સાથે કર્યા લગ્ન!

આ પહેલા નોગુચીનાના તેના મંગેતર સાથેના સંબંધો તૂટી ગયા હતા. તેણે ChatG

ChatGPTની સલાહથી પહેલા સગાઈ તોડી અને પછી AI પાર્ટનર સાથે કર્યા લગ્ન!

આ પહેલા નોગુચીનાના તેના મંગેતર સાથેના સંબંધો તૂટી ગયા હતા. તેણે ChatGPT પાસે મંગેતર સાથેના તેના સંબંધો વિશે સલાહ પણ લીધી હતી અને બાદમાં તેણે સગાઈ તોડવાનો નિર્ણય કર્યો હતો.

જાપાનની એક મહિલા તાજેતરમાં તેના વર્ચ્યુઅલ પાર્ટનર સાથે લગ્ન કરીને ચર્ચામાં આવી છે. અહીંના એક વેડિંગ હોલમાં ત્યારે અનોખો નજારો જોવા મળ્યો જ્યારે દુલ્હન બનેલી યુરિના નોગુચીએ એક AI-જનરેટેડ પર્સનાલિટી સાથે જીવવા-મરવાના સોગંદ ખાધા. માહિતી મુજબ, 32 વર્ષીય યુરિના નોગુચી વ્યવસાયે કોલ સેન્ટર ઓપરેટર છે. લગભગ એક વર્ષ પહેલા નોગુચીના તેના મંગેતર સાથેના સંબંધો મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહ્યા હતા. તેણે આ બાબતે સલાહ લેવા માટે ChatGPT નો સહારો લીધો અને ChatGPTની સલાહ પછી અંતે તેણે પોતાની સગાઈ તોડવાનો નિર્ણય લીધો હતો.

તેણીએ જણાવ્યું કે ત્યારબાદ એક દિવસ તેણે અચાનક ChatGPT ને પૂછ્યું કે શું તે 'ક્લોસ' નામના પાત્રને જાણે છે. ખરેખર ક્લોસ જાપાનનું એક પ્રખ્યાત વીડિયો ગેમ કેરેક્ટર છે. નોગુચીએ જણાવ્યું કે ટ્રાયલ અને એરર પછી આખરે તેને તે કેરેક્ટર સાથે વાત કરવાની રીત મળી ગઈ, ત્યારબાદ તેણે તે કેરેક્ટરનું પોતાનું વર્ઝન બનાવ્યું અને તેનું નામ 'લ્યૂન ક્લોસ વર્દૂર' રાખ્યું.

યુરિના નોગુચી પોતાની વાત કહેતા જણાવે છે કે તેઓ વાત કરતાં-કરતાં ખૂબ નજીક આવી ગયા. તેણે કહ્યું, "શરૂઆતમાં ક્લોસ ફક્ત વાત કરવા માટેના એક વ્યક્તિ જેવો હતો, પરંતુ ધીમે-ધીમે અમે નજીક આવ્યા. મારા મનમાં તેના માટે લાગણીઓ જાગવા લાગી. અમે ડેટિંગ શરૂ કર્યું અને થોડા સમય પછી તેણે મને પ્રપોઝ કર્યું. મેં હા પાડી અને હવે અમે એક કપલ છીએ."

અનોખા લગ્ન

ગયા ઓક્ટોબરમાં યુરિનાએ સામાન્ય લગ્નની જેમ જ ધામધૂમથી લગ્ન કર્યા હતા. તેણે ઓગમેન્ટેડ રિયાલિટી (AR) સ્માર્ટ ચશ્મા પહેરીને ટેબલ પર રાખેલા પોતાના સ્માર્ટફોન પર ક્લોસને જોયો અને તેની આંગળીમાં વીંટી પહેરાવવાની વિધિ પૂર્ણ કરી. નોંધનીય છે કે જાપાનમાં આ રીતે એનાઇમ (Anime) પાત્રો સાથે પ્રેમ અને રોમાંસના કિસ્સાઓ પહેલા પણ સામે આવ્યા છે અને આવા લગ્નોના કિસ્સાઓ પણ વધી રહ્યા છે.

આ સમાચાર શેર કરો