મુખ્ય સામગ્રી પર જાઓ
ટ્રેન્ડિંગ

VIDEO : માનતા પૂરી થઈ તો 83 કિલોના પુત્રને નોટોના બંડલથી તોલ્યો, મંદિરમાં દાન કર્યા બધાં પૈસા 

મધ્યપ્રદેશના ઉજ્જૈન મંદિરનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક

VIDEO : માનતા પૂરી થઈ તો 83 કિલોના પુત્રને નોટોના બંડલથી તોલ્યો, મંદિરમાં દાન કર્યા બધાં પૈસા 

મધ્યપ્રદેશના ઉજ્જૈન મંદિરનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક પિતાએ પોતાના પુત્રને ત્રાજવામાં એક તરફ બેસાડ્યો છે અને બીજી બાજુ નોટોના બંડલ મુક્યા છે. જ્યારે બંનેનું વજન સરખું હતું ત્યારે પૈસા મંદિરને દાનમાં આપવામાં આવ્યા હતા.

કહેવામાં આવી રહ્યું છે કે પુત્રનું વજન 83 ​​કિલો હોવાથી 10 લાખ રૂપિયાથી વધુની રકમ દાનમાં આપવામાં આવી છે. નજીકના રહેવાસીઓના જણાવ્યા અનુસાર પિતાએ ચાર વર્ષ પહેલા તેજાજી મંદિરમાં પુત્ર માટે પ્રાર્થના કરી હતી. કહ્યું હતું કે જો મારી ઈચ્છા પૂરી થશે તો હું મારા પુત્રના વજન બરાબર રૂપિયા દાન કરીશ.

ઉજ્જૈન જિલ્લા મુખ્યાલયથી 60 કિલોમીટર દૂર બદનગર તહસીલનો એક વીડિયો વાયરલ થયો છે. પિતાનું નામ ચતુર્ભુજ જાટ છે, વ્યવસાયે ખેડૂત છે. ચાર વર્ષ પહેલા તેમણે તેમના 30 વર્ષના પુત્ર વીરેન્દ્ર જાટ માટે શ્રી સત્યવાદી વીર તેજાજી મહારાજના મંદિરે માનતા માની હતી. અરજ કરવામાં આવી હતી કે જો માનતા પૂર્ણ થશે તો પુત્રના વજન જેટલા પૈસા મંદિરમાં દાન કરીશું. ચતુર્ભુજે માનતા વિશે જણાવ્યું ન હતું, પરંતુ અવશ્ય કહ્યું હતું કે માનતા પૂર્ણ થઈ છે.

વીડિયો જુઓ

વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે ત્રાજવાની એક તરફ નોટોના બંડલ રાખવામાં આવ્યા છે અને બીજી બાજુ એક યુવક બેઠો છે. પુત્રનું વજન 83 ​​કિલો થયા બાદ કુલ 10 લાખ 7 હજાર રૂપિયા મંદિરને દાનમાં આપવામાં આવ્યા હતા. આ વીડિયો ગુરુવારનો છે જે શુક્રવારે વાયરલ થયો હતો.

બદનગરમાં રહેતા એક ખેડૂત ચતુર્ભુજ જાટના જણાવ્યા અનુસાર, તેજાજી દશમીના દિવસે ગુરુવારે તેમના પુત્રને નોટોના વડે તોલવાનું નક્કી કરવામાં આવ્યું હતું. આ માટે 10 રૂપિયાની નોટોના એક હજારથી વધુ બંડલ એકત્ર કરવામાં આવ્યા હતા. મંદિર માટે પણ મોટું ત્રાજવું મંગાવવામાં આવ્યું હતું. એક તરફ પુત્ર વીરેન્દ્ર જાટને બેસાડવામાં આવ્યો હતો અને બીજી બાજુ નોટોના બંડલ બેગમાં રાખવામાં આવ્યા હતા. વિરેન્દ્રના વજનના લગભગ એક હજાર સાત બંડલ ત્રાજવામાં રાખવામાં આવ્યા હતા. ગણતરી કરતાં આ રકમ 10 લાખ 7 હજાર રૂપિયા હોવાનું બહાર આવ્યું હતું. આ રકમ તેજાજી મંદિરના નિર્માણ કાર્ય માટે દાનમાં આપવામાં આવી છે.

આ સમાચાર શેર કરો