Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ટ્રેન્ડિંગ : When abandoned by his mother, 'mother' became a toy

જ્યારે માતાએ તરછોડ્યો, ત્યારે રમકડું બની ગયું 'મા'; સોશિયલ મીડિયા પર વાયરલ થઈ જાપાનના વાંદરા 'પંચ-કુન'ની હૃદયસ્પર્શી કહાની

Timeછેલ્લું અપડેટ : 22 Feb 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

જાપાનના ઇચિકાવા સિટી ઝૂ (પ્રાણીસંગ્રહાલય)માંથી એક એવા સમાચાર સામે આવ્યા છે જેણે સોશિયલ મીડિયા પર દુનિયાભરના લોકોની આંખોમાં આંસુ લાવી દીધા છે. પોતાની માતા દ્વારા તરછોડાયા બાદ અને પોતાના જ જૂથ દ્વારા વારંવાર નકારવામાં આવ્યા પછી, સાત મહિનાના નાનકડા વાંદરા 'પંચ-કુન'નો આખરે તેના પરિવારે સ્વીકાર કરી લીધો છે

App Store

પંચ-કુનની વાર્તા ત્યારે ચર્ચામાં આવી હતી જ્યારે તે તેની માતા વિના એકલો પડી ગયો હતો. ઝૂના કર્મચારીઓએ તેનું એકલવાયું જીવન દૂર કરવા અને શારીરિક મજબૂતી માટે તેને ઓરંગુટાન જેવું દેખાતું એક સોફ્ટ ટોય (પ્લશ ટોય) આપ્યું હતું. નાનકડો પંચ કલાકો સુધી તેને વળગી રહેતો હતો, જે તેના માટે માતાની ખોટ પૂરી કરવાનો એકમાત્ર સહારો હતો.

ઝૂ પ્રશાસનના જણાવ્યા અનુસાર, પંચને શરૂઆતમાં ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો. જ્યારે પણ તે બીજા બચ્ચાઓ સાથે રમવાનો પ્રયત્ન કરતો, ત્યારે બાકીના વાંદરાઓ તેને ખીજાતા અથવા દૂર ભગાડી દેતા હતા. પ્રશાસને વધુમાં જણાવ્યું કે, "શરૂઆતમાં જ્યારે પંચે બીજા બચ્ચાઓ સાથે ભળવાનો પ્રયત્ન કર્યો, ત્યારે તે બચ્ચાઓની માતાઓને લાગ્યું કે કદાચ તે તેમના બચ્ચાને હેરાન કરી રહ્યો છે. આ ગેરસમજમાં તેને ઘણી વખત બાકીના વાંદરાઓએ પરેશાન કર્યો હતો.

ઝૂના અધિકારીઓનું કહેવું છે કે હવે પંચ ધીમે-ધીમે બાકીના વાંદરાઓને સમજી રહ્યો છે અને પોતાના નવા પરિવાર સાથે સુરક્ષિત અને ખુશ છે.