મુખ્ય સામગ્રી પર જાઓ
ટ્રેન્ડિંગ

VIDEO:સારસા ગામે પ્રસ્તાવિત ઈથોનોલ ઉત્પાદન ફેક્ટરી સામે ગ્રામજનોએ સરકાર સામે ખુલ્લો મોરચો

આણંદ જિલ્લાના સારસા ગામે પ્રસ્તાવિત ઈથોનોલ ઉત્પાદન ફેક્

આણંદ જિલ્લાના સારસા ગામે પ્રસ્તાવિત ઈથોનોલ ઉત્પાદન ફેક્ટરી સામે ગ્રામજનોએ સરકાર સામે ખુલ્લો મોરચો માંડ્યો છે.   સતકેવલ મંદિર ખાતેઅવિચલદાસ મહારાજની અધ્યક્ષતામાં યોજાયેલી વિશેષ ગ્રામસભામાં સાંસદ મિતેષ પટેલ અને પૂર્વ ધારાસભ્ય જયંત પટેલ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. સભામાં સર્વાનુમતે ઠરાવ પસાર કરવામાં આવ્યો છે કે ગામની ફળદ્રુપ જમીન અને પર્યાવરણને જોખમમાં મૂકે તેવો કોઈ પણ પ્રોજેક્ટ અહીં સ્થાપવા દેવામાં આવશે નહીં. ગ્રામજનોએ આકરા શબ્દોમાં સરકારને ચેતવણી આપી છે કે જો આ પ્રોજેક્ટની મંજૂરી પરત ખેંચવામાં નહીં આવે, તો આગામી સમયમાં રાજ્યવ્યાપી ઉગ્ર જનઆંદોલન કરવામાં આવશે.         

સારસા ગામે પ્રસ્થાવિત ઈથોનોલ ફેક્ટરી કોરનોલ એગ્રો ફ્યુઅલ્સ દ્વારા હાથ ધરવામાં આવેલી આ કામગીરી સામે રોષનું મુખ્ય કારણ પ્રોજેક્ટની ગુપ્તતા છે. શરૂઆતમાં માત્ર ઔદ્યોગિક શેડ બનાવવાના બહાને મંજૂરી મેળવી લીધા બાદ, ઈથોનોલ ફેક્ટરી બનવાની જાણ થતાં લોકોમાં ભારે આક્રોશ ફેલાયો છે. જમીનનો હેતુ બદલીને મેળવેલી મંજૂરી અને નકશા પાસ કરાવવાની પ્રક્રિયા અંગે પણ ગ્રામજનોએ ગંભીર વાંધા ઉઠાવ્યા છે. સંત અવિચલદાસ મહારાજે સ્પષ્ટ કર્યું છે કે પર્યાવરણને દૂષિત કરતા ઉદ્યોગો સામે ગામના લોકો કાયમી ધોરણે લડત આપશે.  જોકે સાંસદ મિતેષ પટેલે ગ્રામજનોની સાથે રહીને આ કંપની બાબતે ગાંધીનગર સુધી જવાની તૈયારી દર્શાવી હતી..

આ સમાચાર શેર કરો