VIDEO: ઝુકરબર્ગ ધ્વજ અને બીયર સાથે સર્ફિંગ કરતા જોવા મળ્યા, એલોન મસ્કએ કર્યો કટાક્ષ, કહ્યું...
અમેરિકાના 248મા સ્વતંત્રતા દિવસના અવસર પર મેટાના સીઈઓ માર્ક ઝુકરબર્ગે હાથ

અમેરિકાના 248મા સ્વતંત્રતા દિવસના અવસર પર મેટાના સીઈઓ માર્ક ઝુકરબર્ગે હાથમાં અમેરિકન ધ્વજ પકડીને બિયર પીતા સર્ફિંગ કરીને ઉજવણી કરી હતી. ઝુકરબર્ગનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં તેમનો રોકિંગ અવતાર જોઈને બધા ચોંકી ગયા છે.
આ વીડિયો પર X ના માલિક એલોન મસ્કે કટાક્ષ પૂર્ણ પ્રતિક્રિયા આપી છે. X (અગાઉનું ટ્વિટર) પર પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરતાં સ્પેસએક્સ અને ટેસ્લાના સીઈઓએ લખ્યું કે માર્ક ઝુકરબર્ગ સર્ફિંગ કરતી વખતે તેની મજા ચાલુ રાખી શકે છે પરંતુ હું કામ કરવાનું પસંદ કરું છું.
instagram.com/p/C9AbmIYp3Js/
માર્ક ઝુકરબર્ગે આ વીડિયો શેર કર્યો હતો
ઈન્સ્ટાગ્રામ પર વીડિયો પોસ્ટ કરતી વખતે માર્ક ઝકરબર્ગે લખ્યું કે, 'હેપ્પી બર્થ ડે અમેરિકા!' જ્યારથી આ વીડિયો પોસ્ટ થયો છે ત્યારથી ઈન્ટરનેટ પર હલચલ મચી ગઈ છે. 32 સેકન્ડના આ વીડિયોને અત્યાર સુધીમાં સાડા 8 લાખથી વધુ લાઈક્સ મળી ચૂક્યા છે. આ દર્શાવે છે કે નેટીઝન્સ ઝુકરબર્ગના આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે.








