મુખ્ય સામગ્રી પર જાઓ
ટ્રેન્ડિંગ

ચીનમાં બની વિશ્વની પહેલી AI હોસ્પિટલ, અહીં ડૉક્ટરોની જગ્યાએ રોબોટ્સ કરશે દર્દીઓની સારવાર

આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) લગભગ દરેક ઈ

ચીનમાં બની વિશ્વની પહેલી AI હોસ્પિટલ, અહીં ડૉક્ટરોની જગ્યાએ રોબોટ્સ કરશે દર્દીઓની સારવાર

આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) લગભગ દરેક ઈન્ડસ્ટ્રીમાં હલચલ મચાવી રહ્યું છે. હવે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સે આરોગ્ય વિભાગમાં પણ પ્રવેશ કર્યો છે. સ્ટેનફોર્ડનું AI ટાઉન ગયા વર્ષે ઈન્ટરનેટ પર વાયરલ થયું હતું, જેમાં 25 ઈન્ટેલિજન્ટ એજન્ટો રહે છે અને સોશિયલ ગેધરિંગ કરતા હતા. અને હવે ચીની રિસર્ચર્સે AI હોસ્પિટલ ટાઉન વિકસાવ્યું છે.

અહીં બની છે વિશ્વની પહેલી AI હોસ્પિટલ

ચીનની રાજધાની બેઈજિંગમાં વિશ્વની પહેલી આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ હોસ્પિટલ શરૂ થઈ છે. આ હોસ્પિટલનું નામ 'એજન્ટ હોસ્પિટલ' છે. તે શિંઘુઆ યુનિવર્સિટીના રિસર્ચર્સ દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. આ હોસ્પિટલમાં 14 AI ડૉક્ટર અને 4 નર્સ છે. આ ડૉક્ટરો વર્ચ્યુઅલ રીતે દરરોજ 3 હજારથી વધુ દર્દીઓની સારવાર કરવામાં સક્ષમ છે. આ ડૉક્ટરોને રોગોનું નિદાન કરવા, સારવારની યોજના બનાવવા અને નર્સોને દૈનિક સહાય પૂરી પાડવા માટે બનાવવામાં આવ્યા છે. આ સિસ્ટમનો ઉપયોગ સૌપ્રથમ મેડિકલ યુનિવર્સિટીઓને મદદ કરવા માટે કરવામાં આવશે.

દરેક પ્રકારની મહામારીની સારવાર માટે તૈયાર

રિસર્ચર્સનું કહેવું છે કે, આ AI ડૉક્ટરો વિશ્વમાં કોઈપણ પ્રકારની મહામારીના ફેલાવા અને તેની સારવાર અંગેની માહિતી આપી શકશે. રિપોર્ટ અનુસાર, એજન્ટ હોસ્પિટલે અમેરિકન મેડિકલ લાઇસન્સિંગના પ્રશ્નોના જવાબ 93.6 ટકા ચોકસાઈ સાથે આપ્યા છે. તેમની મદદથી વધુ લોકોને આરોગ્ય સુવિધાઓ ઉપલબ્ધ ક    રાવી શકાશે.

હેલ્થ સેક્ટરમાં ટેકનોલોજીની ક્રાંતિ

ચીનના રિસર્ચર્સે હેલ્થ સેક્ટરમાં કરવામાં આવેલા આ ઈનોવેશન વિશે જણાવ્યું હતું કે, આઇ હોસ્પિટલનો આ કોન્સેપ્ટ દર્દીઓની સારવાર માટે એક નવી પહેલ છે જેના દ્વારા એઆઈ ડૉક્ટરો દર્દીઓની સારવાર કરી શકશે. આ પહેલ માત્ર મેડિકલ પ્રોફેશનલ્સ માટે જ નહીં પરંતુ સામાન્ય લોકો માટે પણ ખૂબ જ મહત્ત્વપૂર્ણ બની શકે છે. તાજેતરમાં, શિંઘુઆ યુનિવર્સિટીના રિસર્ચર્સ "એજન્ટ હોસ્પિટલ" નામની AI હોસ્પિટલ વિકસાવી છે. આ વર્ચ્યુઅલ વિશ્વમાં તમામ ડૉક્ટરો, નર્સો અને દર્દીઓ લાર્જ લેંગ્વેજ મોડલ (LLM) આધારિત ઈન્ટેલિજન્ટ એજન્ટો દ્વારા એકબીજા સાથે વાતચીત કરી શકશે. AI ડૉક્ટરો થોડા દિવસોમાં 10,000 દર્દીઓની સારવાર કરી શકે છે. આટલા દર્દીઓની સારવાર કરવામાં હ્યૂમન ડૉક્ટરોને ઓછામાં ઓછા બે વર્ષ લાગશે.

મોંઘી હેલ્થકેર સર્વિસનો બેસ્ટ વિકલ્પ

ચીનના દૃષ્ટિકોણથી જોવામાં આવે તો, આ તેમને અબજો લોકોની ઝડપથી સારવાર કરવામાં મદદ કરશે. સ્વાભાવિક છે કે, ભારત પણ આમાંથી બોધપાઠ લેશે કારણ કે વસ્તીના મામલે ભારત ચીન પછી બીજા ક્રમે છે. મોંઘી હેલ્થકેર સેવાઓ ઉપરાંત, ચીનને તાજેતરમાં ડૉક્ટરોની અછત, ટ્રાફિક સમસ્યા જેવી ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો છે. આવી સ્થિતિમાં જો આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ દ્વારા કરવામાં આવેલ આ ઈનોવેશન સંપૂર્ણ રીતે સફળ સાબિત થશે તો તે હેલ્થ સેક્ટર માટે મોટી સિદ્ધિ લઈને આવશે.

આ સમાચાર શેર કરો