મુખ્ય સામગ્રી પર જાઓ
ટ્રેન્ડિંગ

સરકારી નોકરીના મોહ સામે સવા લાખ પગાર ઓછો પડ્યો, કન્યાએ જાન પાછી કાઢી!

ઉત્તર પ્રદેશના ફરુખાબાદથી એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. અહીં એક કન્યાએ મંડપમાં સાત ફેરા લેતા પહેલા જ

સરકારી નોકરીના મોહ સામે સવા લાખ પગાર ઓછો પડ્યો, કન્યાએ જાન પાછી કાઢી!

ઉત્તર પ્રદેશના ફરુખાબાદથી એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. અહીં એક કન્યાએ મંડપમાં સાત ફેરા લેતા પહેલા જ લગ્ન તોડી નાખ્યા હતા. તેણે વરને કહ્યું- મને તમારી સેલેરી સ્લિપ બતાવો. વરરાજાએ તેને પગારની સ્લિપ બતાવી. વરરાજાનો પગાર દર મહિને 1.25 લાખ રૂપિયા હતો. તેમ છતાં કન્યાએ લગ્ન તોડી નાખ્યા. વરરાજી આજીજી કરતો રહ્યો પણ કન્યા રાજી ન થઈ. તેણે જાન લીલા તોરણે પાછી મોકલી, કારણ એવું છે કે જાણીને તમે પણ ચોંકી જશો.

આ દુલ્હનને સરકારી નોકરી કરતો પતિ જોઈતો હતો. શરૂઆતમાં કન્યા પોતે જ આ  લગ્ન માટે સંમત થઈ હતી. પરંતુ લગ્નના દિવસે તેણે આવું કામ કર્યું. જેના કારણે બંને પરિવારો વચ્ચે બોલાચાલી પણ થઈ હતી. કન્યાને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પણ તે પોતાના નિર્ણયમાં અડગ રહી. બાદમાં વરરાજાને ખાલી હાથે જાન પાછી લઈને જવું પડ્યું. 

કન્યાનો આરોપ

મામલો ફરુખાબાદના એક ગામનો છે. મળતી માહિતી મુજબ, અહીં એક સરકારી ક્લાર્કના પુત્રના લગ્ન નક્કી થયા હતા. દુલ્હન પક્ષનો આરોપ છે કે સંબંધ ફાઇનલ કરતી વખતે કહેવામાં આવ્યું હતું કે યુવક સરકારી નોકરીમાં છે. પરંતુ જયમાલાની વિધિ બાદ વાતચીત દરમિયાન ખબર પડી કે છોકરો પ્રાઈવેટ સેક્ટરમાં સિવિલ એન્જિનિયર તરીકે કામ કરે છે, જેના પર દુલ્હનએ લગ્ન તોડવાની વાત કરી, જેના પર લોકો અવાક થઈ ગયા. મંડપમાં બેસીને સાત ફેરા લેવાના હતા ત્યારે દુલ્હન ઊભી થઈ અને બોલી - હું લગ્ન નહીં કરું. અમારી સાથે ખોટું બોલવામાં આવ્યું છે.

પગાર સ્લિપ પણ માંગી

પરિસ્થિતિ એ તબક્કે પહોંચી કે વરરાજાએ તરત જ તેના ફોન પર એક પરિચિત પાસેથી સેલેરી સ્લિપ મંગાવી. તેણે કન્યા અને તેના સગાવાળાને દર મહિને 1.25 લાખ રૂપિયાની નોકરીનો પુરાવો પણ બતાવ્યો. પરંતુ મામલો ઉકેલી શકાયો ન હતો. દુલ્હનની જીદને કારણે લગ્ન કેન્સલ થયા અને જાન લીલાતોરણે ખાલી હાથે પાછી ફરી હતી. સમાજના લોકોએ તમામ ખર્ચો પરસ્પર વહેંચવાનો નિર્ણય લીધો હતો. 

આ સમાચાર શેર કરો