મુખ્ય સામગ્રી પર જાઓ
ટ્રેન્ડિંગ

VIDEO : આવા માતા-પિતાને જેલમાં ધકેલી દેવા જોઈએ! આ દ્રશ્ય જોઈને લોકો ભરાયા રોષે

દેશી જુગાડના વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ પસંદ કરવામાં આવે છે અને ઘણા લોકો તેને ટ્રાય પણ કરે છે. પરંતુ ઈન્ટરનેટ પર જે દેશી જુ

VIDEO : આવા માતા-પિતાને જેલમાં ધકેલી દેવા જોઈએ! આ દ્રશ્ય જોઈને લોકો ભરાયા રોષે

દેશી જુગાડના વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ પસંદ કરવામાં આવે છે અને ઘણા લોકો તેને ટ્રાય પણ કરે છે. પરંતુ ઈન્ટરનેટ પર જે દેશી જુગાડનો વીડિયો સામે આવ્યો છે તે જોઈને લોકો ન માત્ર ચોંકી ગયા છે પરંતુ રોષે પણ ભરાઈ ગયા છે. 20 સેકન્ડની ક્લિપમાં ત્રણ બાળકો જુગાડ સાથે કારના પાછળના ભાગમાં મુસાફરી કરતા બતાવવામાં આવ્યા છે. નેટીઝન્સ તેને ખૂબ જ ખતરનાક ગણાવી રહ્યા છે. લોકોનું કહેવું છે કે આવા વાલીઓને સીધા જેલમાં મોકલવા જોઈએ.

વાયરલ થઈ રહેલા વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે કારમાં એવી રીતે ફેરફાર કરવામાં આવ્યો છે કે તેમાં વધુને વધુ લોકો બેસી શકે. પરિવારે કારના બૂટ કાપીને તેમાં નેટ લગાવી છે, જેમાં તમે ત્રણ બાળકો બેઠેલા જોઈ શકો છો. દૂરથી જોતાં એવું લાગે છે કે જાણે બાળકો પિંજરામાં કેદ છે. આ વીડિયો વાહનની પાછળ ચાલી રહેલા અન્ય વ્યક્તિએ રેકોર્ડ કર્યો છે. વીડિયો ફિલ્માવનાર વ્યક્તિ એ કહેતા સાંભળી શકાય છે કે કરાચીએ કેટલી પ્રગતિ કરી છે. મતલબ કે આ વીડિયો પાડોશી દેશ પાકિસ્તાનથી વાયરલ થયો છે.

અહીં વીડિયો જુઓ

જો કે, gstv વીડિયોના લોકેશનના દાવાની પુષ્ટિ કરતું નથી. પરંતુ જે રીતે નાના બાળકો કારની પાછળ બેસીને મુસાફરી કરી રહ્યા છે તે જોઈને નેટીઝન્સ ભારે ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. @cctvidiots હેન્ડલ પર વીડિયો શેર કરીને યુઝરે લખ્યું કે, જુઓ કેવી રીતે બાળકોને ખતરનાક રીતે લઈ જવામાં આવે છે.

એક યુઝરે કોમેન્ટ કરી, ઓહ માય ગોડ! ટ્રાફિક પોલીસ શું કરી રહી છે? તેમજ અન્ય યુઝર્સનું કહેવું છે કે માતા-પિતાને તેમના બાળકોનો જીવ જોખમમાં મૂકવા માટે જેલમાં જવું જોઈએ. અન્ય એક યુઝરે કમેન્ટ કરી કે, આ માતા-પિતાની મૂર્ખતાની હદ છે.

આ સમાચાર શેર કરો