વિદ્યાર્થીઓની બેશરમી! ચાલુ વર્ગખંડમાં કરી કિસ, VIDEO થયો વાયરલ
શાળા-કોલેજોને શિક્ષણના મંદિરો કહેવામાં આવે છે પરંતુ આજની પરિસ્થિતિમાં અહીં આવી ઘટનાઓ બની

શાળા-કોલેજોને શિક્ષણના મંદિરો કહેવામાં આવે છે પરંતુ આજની પરિસ્થિતિમાં અહીં આવી ઘટનાઓ બની રહી છે જે જોઈને તમે શરમમાં મુકાઈ જશો. નોઈડાની એક સ્કૂલમાં વિદ્યાર્થીઓ વચ્ચે ચુંબનનો આવો જ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જે જોઈને તમે ચિંતામાં પડી જશો. વિદ્યાર્થીઓ વર્ગમાં એકબીજાને ચુંબન કરી રહ્યા છે.
નોઈડાની શાળાઓ અને કોલેજોમાં વાતાવરણ બગડી રહ્યું છે. અહીં ભણતા વિદ્યાર્થીઓ ક્લાસમાં જ એવા કામ કરે છે જેને જોઈને તમે પણ ચોંકી જશો અને શરમાઈ જશો. અહીંની શાળામાં વિદ્યાર્થીઓ ભીડવાળા વર્ગમાં એકબીજાને કિસ કરી રહ્યા છે. તેમને એ વાતની પણ પરવા નથી કે નજીકમાં ઘણા વિદ્યાર્થીઓ બેઠા છે. તમે સમજી શકશો કે શાળા-કોલેજોનું વાતાવરણ કેવું ખરાબ થઈ રહ્યું છે.
નોઈડા યુનિવર્સિટીની આ હાલત છ
નોઈડા યુનિવર્સિટીની હાલત પણ કઈ આવી જ છે. અહીં, વિદ્યાર્થીઓ કોલેજ કેમ્પસમાં જ પ્રેમના રાગ આલાપતા થઇ ગયા છે. કોલેજ કોરિડોરમાં ચુંબન કરતા કપલનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. કોલેજમાં આવી પ્રવૃતિઓ થઈ રહી છે પરંતુ ન તો શિક્ષકો અને ન તો કોલેજ પ્રશાસન કોઈ કડક કાર્યવાહી કરી રહ્યું છે.
માતાપિતા માટે ચિંતાનો વિષય
આવા વાયરલ વીડીયો ચોક્કસપણે માતા-પિતાની ચિંતામાં વધારો કરશે. શાળાઓ અને કોલેજોમાં તેમના બાળકો કેવી હરકતો કરી રહ્યા છે, તે જાણવું તેમના માટે પણ મહત્ત્વપૂર્ણ બનશે. શાળાઓ અને કોલેજોએ પણ કેમ્પસમાં બગડતા વાતાવરણને સુધારવા માટે યોગ્ય પગલાં લેવા જોઈએ.








