Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ટ્રેન્ડિંગ : Seeing the bull, the lion ran away like a cat! Watch the video

VIDEO: આખલાને જોઈ બિલાડીની જેમ ભાગ્યા સિંહ! જુઓ વીડિયો

Timeછેલ્લું અપડેટ : 09 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સિંહને જંગલનો રાજા માનવામાં આવે છે. તેનું નામ સાંભળતાં જ મોટા-મોટા પ્રાણીઓ પણ ગભરાઈ જાય છે. પરંતુ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા એક વીડિયોએ સૌને આશ્ચર્યમાં મૂકી દીધા છે. વીડિયોમાં સિંહોનું એક ટોળું એક સામાન્ય આખલાથી ડરીને ભાગતું જોવા મળે છે.

App Store

આખલાને જોતા જ ભાગ્યો સિંહ

વાયરલ વીડિયોમાં જોવા મળે છે કે રાત્રિના સમયે એક આખલો શાંતિથી રસ્તા પર આરામ કરી રહ્યો છે. એ દરમિયાન પાછળથી એક સિંહ આવીને તેની પાછળ ઊભો રહે છે. થોડા જ સમયમાં બીજો સિંહ પણ ત્યાં આવી પહોંચે છે. જોકે, શરૂઆતમાં આખલાને તેની પાછળ રહેલા જોખમની કોઈ જાણ હોતી નથી.

આખલાની એક લલકારથી બદલાઈ ગયો આખો માહોલ

થોડીવાર બાદ આખલાને પાછળ સિંહો હોવાની જાણ થાય છે. તે તરત જ ઊભો થઈ સિંહોની સામે ડટીને ઊભો રહે છે અને તેમને ઘૂરવા લાગે છે. આખલાનું વિશાળ અને મજબૂત શરીર જોઈ સિંહો પણ સતર્ક થઈ જાય છે. પરિસ્થિતિને ભાંપી બંને સિંહો શિકાર કરવાનો વિચાર છોડીને ત્યાંથી ભાગી જાય છે.