મુખ્ય સામગ્રી પર જાઓ
ટ્રેન્ડિંગ

રશિયાનું ‘મિની ઇન્ડિયા’… જ્યાં -40°Cની હાડ થીજવતી ઠંડીમાં પણ ગૂંજે છે ‘હરે કૃષ્ણા’ અને ‘હર હર મહાદેવ

ચારેય તરફ બરફની સફેદ ચાદર, હાડ થીજવી દે

રશિયાનું ‘મિની ઇન્ડિયા’… જ્યાં -40°Cની હાડ થીજવતી ઠંડીમાં પણ ગૂંજે છે ‘હરે કૃષ્ણા’ અને ‘હર હર મહાદેવ
આ સમાચાર સાંભળો

ચારેય તરફ બરફની સફેદ ચાદર, હાડ થીજવી દે તેવી ઠંડી અને તાપમાન માઈનસ 40 ડિગ્રી… પરંતુ આ કડકડાતી ઠંડી વચ્ચે જો તમને 'હરે કૃષ્ણા' અને 'શિવ આરતી'નો ગુંજારો સંભળાય, તો કદાચ તમને તમારા કાન પર વિશ્વાસ નહીં આવે, પણ આ હકીકત છે. સોશિયલ મીડિયા પર આજકાલ આવો જ એક વીડિયો જોરદાર વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને દરેક વ્યક્તિ દંગ રહી ગઈ છે.

આ નજારો ભારતના કોઈ બરફીલા પહાડી વિસ્તારનો નથી, પરંતુ રશિયાના અત્યંત ઠંડા પ્રદેશ સાઇબેરિયાનો છે. ઇન્ટરનેટ પર આ જગ્યાને "રશિયાનું હિન્દુ ગામ" (Hindu Village) અને "રશિયાનું મિની ઇન્ડિયા" (Mini India Of Russia) કહેવામાં આવી રહ્યું છે. ચાલો જાણીએ આ અનોખા ગામ વિશે.

ક્યાં આવેલું છે આ મિની ઇન્ડિયા?

આ અનોખા ગામનું નામ ઓકુનેવો (Okunevo) છે, જે રશિયાના ઓમ્સ્ક પ્રદેશમાં આવેલું છે. આ વિસ્તાર પશ્ચિમ સાઇબેરિયા અંતર્ગત આવે છે અને તે પોતાની અતિશય ઠંડી માટે જાણીતો છે. શિયાળામાં અહીંનું તાપમાન માઈનસ ૪૦ ડિગ્રી સુધી ગગડી જાય છે. આમ છતાં, અહીંની હવામાં ભારતની આધ્યાત્મિક સુગંધ ભળેલી છે.

જાણીતા ભારતીય ટ્રાવેલરે તાજેતરમાં જ આ ગામના કેટલાક સુંદર વીડિયો શેર કર્યા છે, જે ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. વીડિયોમાં જોઈ શકાય છે કે ચારેય તરફ બરફ જ બરફ છે, પણ કડકડાતી ઠંડીમાં પણ સ્થાનિક લોકો અને પ્રવાસીઓ પૂરી શ્રદ્ધા સાથે ભક્તિમાં લીન છે. આ વીડિયો ક્લિપ જોયા પછી દરેક ભારતીય યુઝર ગર્વ અનુભવી રહ્યા છે.

આ ગામ સાથે જોડાયેલી એક હકીકત આ પણ છે

સોશિયલ મીડિયા પર ઘણા યુઝર્સ આ વીડિયોને રશિયાની પ્રાચીન હિન્દુ સભ્યતા ગણાવીને શેર કરી રહ્યા છે, જ્યારે તેની જમીની હકીકત થોડી અલગ છે. અહેવાલો અનુસાર, ઓકુનેવોમાં હિન્દુ અને વૈદિક સંસ્કૃતિનો ઇતિહાસ સદીઓ જૂનો નથી. છેલ્લા કેટલાક દાયકાઓમાં જ અહીં સનાતન ધર્મનો પ્રચાર-પ્રસાર થયો છે.

એવું કહેવાય છે કે સાઇબેરિયાના આ નાનકડા ગામમાં એક કૃષ્ણ મંદિર છે, જે ઇસ્કોન (ISKCON) સાથે જોડાયેલું છે. આ સાથે જ અહીં ભગવાન શિવની પણ પૂજા કરવામાં આવે છે. માઈનસ ૪૦ ડિગ્રી તાપમાન હોવા છતાં લોકો અહીં સવાર-સાંજ એકઠા થાય છે અને પૂજા-આરતી કરે છે.

આ સમાચાર શેર કરો