VIDEO: બાંગ્લાદેશમાં રશિયન ઇન્ફ્લુએન્સરે વૃદ્ધને રસ્તા વચ્ચે માર માર્યો; વીડિયો વાયરલ થતા લોકોએ કરી ટીકા
સોશિયલ મીડિયા પર તાજેતરમાં એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં બાંગ્લાદેશના એક વ્યસ્ત રસ્તા પ
સોશિયલ મીડિયા પર તાજેતરમાં એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં બાંગ્લાદેશના એક વ્યસ્ત રસ્તા પર એક મહિલા કન્ટેન્ટ ક્રિએટર એક વૃદ્ધ વ્યક્તિને મારતી જોવા મળી હતી, જેના કારણે ઇન્ટરનેટ પર ભારે હોબાળો મચી ગયો છે. વીડિયો વાયરલ થયા બાદ હવે તે કન્ટેન્ટ ક્રિએટરે પોતાનો બચાવ કર્યો છે. મોનિકા કબીર નામની આ ઈન્ફ્લુએન્સરનો દાવો છે કે આ ઘટના રાહદારી દ્વારા કથિત છેડતી બાદ આત્મરક્ષણ માટે કરવામાં આવેલી કાર્યવાહી હતી.
મોનિકાએ આ વીડિયો પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો, જેમાં તે બાંગ્લાદેશના રસ્તાઓ પર એક પ્રમોશનલ શૂટ દરમિયાન જોવા મળી રહી હતી. તેણે જણાવ્યું કે એક વૃદ્ધ વ્યક્તિ તેની પાસે આવ્યો, તેને પોતાના બેગથી ધક્કો માર્યો અને અભદ્ર ટિપ્પણી કરી. જેના જવાબમાં તેણે હાથમાં પકડેલી બેગથી તે વૃદ્ધ વ્યક્તિને જોરશોરથી ફટકાર્યો. આ પછી કેમેરા સામે જોઈને તે હસવા પણ લાગી હતી. જોકે, આ કારણે તેને સોશિયલ મીડિયા પર ટીકાઓનો પણ સામનો કરવો પડ્યો છે.
યુઝર્સે કન્ટેન્ટ ક્રિએટરનો ક્લાસ લીધો
એક યુઝરે કોમેન્ટ કરતા લખ્યું છે કે, ‘અરે છોકરી, શાંત થઈ જા! સાચી વાત પર જ ડ્રામા કર. તે તને જોઈ રહ્યો નહોતો. તેણે ફક્ત એક ક્ષણ માટે તારી તરફ જોયું અને પછી પોતાના કામમાં લાગી ગયો. તું વ્યૂઝ માટે તેની સાથે મારામારી કરી રહી છે. તું બાંગ્લાદેશ ફક્ત પબ્લિસિટી માટે જ આવી છે બીજું કંઈ નહીં. તેણે તેને સ્પર્શ પણ કર્યો નહોતો, પરંતુ જુઓ તે કેવું વર્તન કરી રહી છે. તારે વહેલી તકે બાંગ્લાદેશ છોડી દેવું જોઈએ. તને કોઈ વૃદ્ધ વ્યક્તિને મારવાનો કોઈ અધિકાર નથી. તારા વીડિયોમાં સાફ દેખાય છે કે તે ભૂલથી અંદર આવી ગયો હતો’.
કેટલાક યુઝર્સ સમર્થનમાં આવ્યા
બીજી તરફ, કેટલાક યુઝર્સે મોનિકાનો બચાવ પણ કર્યો છે અને કહ્યું છે કે વીડિયોના એન્ગલને કારણે તે ભ્રમિત કરતો લાગે છે અને તેણે પરિસ્થિતિ મુજબ યોગ્ય પગલાં લીધા હતા. આખરે લોકો અસામાજિક તત્વો સામે અવાજ ઉઠાવી રહ્યા છે. તેમનું કહેવું છે કે કોઈ પણ મહિલાઓને હેરાન કરી શકે નહીં. રસ્તા પર ભીડ નહોતી દેખાતી, છતાં તે ખૂબ જ નજીકથી પસાર થયો, તેની બેગ તેના શરીરને સ્પર્શતી હતી અને તે તેને ઘૂરી રહ્યો હતો. કોઈ પણ વ્યક્તિ અસ્વસ્થતા અનુભવે તે સ્વાભાવિક છે.
કોણ છે મોનિકા કબીર?
મોનિકા કબીર પોતાને ‘રશિયન મોડેલ’ ગણાવે છે. તેણે રશિયન મૂળની હોવાનો દાવો કર્યો છે, પરંતુ બાંગ્લાદેશ સાથે પણ તેનો સંબંધ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેના પિતા તેના જન્મ પહેલા જ રશિયા જતા રહ્યા હતા. મોનિકા છેલ્લા એક વર્ષથી બાંગ્લાદેશમાં રહીને કામ કરી રહી છે અને અવારનવાર પોતાની લાઈફસ્ટાઈલ, ટ્રાવેલ અને ફેશન સંબંધિત કન્ટેન્ટ પોસ્ટ કરતી રહે છે. તેના ઓનલાઈન કન્ટેન્ટમાં ઢાકા મેટ્રો રેલ પર જિમ્નાસ્ટિક સ્ટંટ અને અન્ય પરફોર્મન્સનો સમાવેશ થાય છે. તેના ઇન્સ્ટાગ્રામ પર એક લાખથી વધુ ફોલોઅર્સ છે.








