VIDEO: રોબોટ લઈ ગયો રોબોટિક ડૉગને વૉક પર! સોશિયલ મીડિયા પર વાયરલ થયો ભવિષ્યનો આ અનોખો નજારો
શું તમે ક્યારેય વિચાર્યું હતું કે એક મશીન બીજા મશીનને વૉક પર લઈ જશે? ઇન્ટરનેટ પર જોરશોરથી વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં કંઈ

શું તમે ક્યારેય વિચાર્યું હતું કે એક મશીન બીજા મશીનને વૉક પર લઈ જશે? ઇન્ટરનેટ પર જોરશોરથી વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં કંઈક આવો જ નજારો જોવા મળી રહ્યો છે, જે કોઈ હોલીવુડ મૂવીની સ્પેશિયલ ઇફેક્ટ નથી પણ હકીકત છે. આ વીડિયોમાં એક હ્યુમનોઇડ રોબોટ અત્યંત સહજતાથી એક રોબોટ ડોગને પટ્ટાથી બાંધીને રસ્તા પર ફેરવતો જોવા મળી રહ્યો છે.
આ કરિશ્મા હાંગઝોઉ સ્થિત ચીની સ્ટાર્ટઅપ 'યુનિટ્રી રોબોટિક્સ' (Unitree Robotics) દ્વારા કરવામાં આવ્યો છે. હ્યુમનોઇડ રોબોટ Unitree G1 ની ઊંચાઈ 4.3 ફૂટ છે અને તે અંદાજે 7.08 કિમી પ્રતિ કલાકની ઝડપે ચાલી શકે છે. આ રોબોટ એડવાન્સ્ડ સેન્સર્સ અને 3D લિડાર ટેક્નોલોજીથી સજ્જ છે. માર્કેટમાં તેની મહત્તમ કિંમત 16,000 ડોલર (એટલે કે 14.7 લાખ રૂપિયાથી વધુ) છે.
બીજી તરફ, રોબોટિક કૂતરો Unitree Go2 એ બોસ્ટન ડાયનેમિક્સના મોંઘા ‘સ્પોટ’નો એક સસ્તો વિકલ્પ છે. તેની કિંમત અંદાજે 2,800 ડોલર (2.58 લાખ રૂપિયાથી વધુ) છે. જાણકારી અનુસાર, કંપનીનો ટાર્ગેટ 2026માં આવા 20,000 હ્યુમનોઇડ રોબોટ્સ માર્કેટમાં ઉતારવાનો છે.
‘ઇતિહાસની સૌથી મોંઘી ડોગ વૉક!’
સોશિયલ મીડિયા પર આ વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેને જોઈને નેટિઝન્સ હેરાન પણ છે અને ડરેલા પણ છે. એક યુઝરે મજાક કરતા કહ્યું કે, "હવે આ જોવાનું જ બાકી રહી ગયું હતું." નેટિઝન્સે હિસાબ લગાવ્યો કે 16,000 ડોલરનો રોબોટ અને 2,800 ડોલરનો રોબો ડોગ મળીને અંદાજે 16-17 લાખ રૂપિયાની ‘સહેલગાહ’ કરી રહ્યા છે. જ્યારે અન્ય એક યુઝરે કોમેન્ટ કરી કે, "બસ, હવે માણસોની રજા નક્કી છે."





