મુખ્ય સામગ્રી પર જાઓ
ટ્રેન્ડિંગ

કેન્સરના દર્દી સાથે નર્સે કર્યો ડાન્સ, VIDEO જોઈને તમારા ચહેરા પર પણ આવી જશે સ્માઈલ

સોશિયલ મીડિયા પર દરરોજ કોઈને કોઈ કન્ટેન્ટ વાયરલ થાય છે. ક્યારેક કોઈ પોતાનું ટેલેન્ટ બતાવતા હોય છે તો ક્યારેક કોઈના સ

કેન્સરના દર્દી સાથે નર્સે કર્યો ડાન્સ, VIDEO જોઈને તમારા ચહેરા પર પણ આવી જશે સ્માઈલ

સોશિયલ મીડિયા પર દરરોજ કોઈને કોઈ કન્ટેન્ટ વાયરલ થાય છે. ક્યારેક કોઈ પોતાનું ટેલેન્ટ બતાવતા હોય છે તો ક્યારેક કોઈના સ્ટંટ જોઈને આપણે દંગ રહી જઈએ છીએ. જો કે, કેટલાક વીડિયો એવા હોય છે જે સીધા આપણા દિલમાં ઉતરી જાય છે. આવો જ એક વીડિયો હાલ વાયરલ થઈ રહ્યો છે.

એક સુંદર વીડિયોમાં તમે એક નર્સને કેન્સરના દર્દી સાથે ડાન્સ કરતી જોઈ શકો છો. આ એક ખૂબ જ ક્યૂટ વીડિયો છે, જે ઈન્ટરનેટ પર સામે આવ્યો છે. આ ટૂંકી ક્લિપને ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. જો તમે પણ આ જોશો તો તમારા ચહેરા પર સ્માઈલ આવી જશે. તમે સાંભળ્યું હશે કે દવાની સાથે પ્રેમ અને કરુણા પણ અજાયબીઓ કરી શકે છે, હવે તમે તેને અહીં જોઈ પણ શકો છો.

કેન્સરના દર્દી સાથે નર્સે કર્યો ડાન્સ

તમે વીડિયોમાં જોઈ શકો છો કે કીમોથેરાપી સેશન દરમિયાન એક નર્સ કેન્સરના દર્દી સાથે ડાન્સ કરતી જોવા મળે છે. આ ક્લિપ કોલંબિયાની એક હોસ્પિટલની છે. આ કીમોથેરાપી સેશન અલગ હતું કારણ કે દર્દીઓ માટે તેને સુંદર અને ખુશ બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. નૃત્ય કરનાર દર્દીનું નામ જેસન છે, જે ઉત્સાહિત થઈ રહ્યો હતો. જે પણ આ વીડિયો જોઈ રહ્યા છે તે તેના વખાણ કરી રહ્યા છે.

વીડિયો વાયરલ થઈ રહ્યો છે

આ વીડિયો 1 એપ્રિલે ગુડન્યૂઝ રિપોર્ટ્સ નામના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. તેને અત્યાર સુધીમાં હજારો વ્યુઝ મળી ચુક્યા છે અને તે ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ અંગે લોકોએ કમેન્ટ પણ કરી છે. ઘણા સોશિયલ મીડિયા યુઝર્સ ઈમોટિકોન્સ દ્વારા પ્રતિક્રિયા આપી રહ્યા છે અને કેટલાક લોકોએ કમેન્ટમાં વીડિયોના વખાણ પણ કરી રહ્યા છે. કોઈએ તેને અદ્ભુત ગણાવ્યું અને એક યુઝરે એમ પણ કહ્યું કે નર્સો પૃથ્વી પરના દેવદૂતો જેવી છે.

આ સમાચાર શેર કરો