મુખ્ય સામગ્રી પર જાઓ
ટ્રેન્ડિંગ

'માતા સની લિયોની-પિતા ઈમરાન હાશ્મી', વિદ્યાર્થીનું એડમિટ કાર્ડ જોઈને રહી જશો દંગ

બિહારના મુઝફ્ફરપુરના એક વિદ્યાર્થીના એડમિટ કાર્ડનો ફોટો સો

'માતા સની લિયોની-પિતા ઈમરાન હાશ્મી', વિદ્યાર્થીનું એડમિટ કાર્ડ જોઈને રહી જશો દંગ

બિહારના મુઝફ્ફરપુરના એક વિદ્યાર્થીના એડમિટ કાર્ડનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. બી.એ.ની પરીક્ષા આપી રહેલા કુંદન નામના વિદ્યાર્થીનું એડમિટ કાર્ડ છે. એડમિટ કાર્ડ પર ઉમેદવારનું નામ કુંદન કુમાર છે. જો કે એડમિટ કાર્ડમાં માતા-પિતાના નામ વાંચીને સૌને આશ્ચર્ય ચકિત થઈ ગયા છે. 

બીએનો અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થી સેકન્ડ યરની પરીક્ષા આપી રહ્યો છે. વિદ્યાર્થીના પરીક્ષા એડમિટ કાર્ડમાં કુંદનના પિતાનું નામ ઈમરાન હાશ્મી અને માતાનું નામ સની લિયોની દર્શાવ્યું છે. જણાવી દઈએ કે એડમિટ કાર્ડમાં ઈમરાન હાશ્મીનો સ્પેલિંગ પણ ખોટો છે.

પરીક્ષાના એડમીટ કાર્ડમાં નોંધાયેલી માહિતી મુજબ કુંદન મુઝફ્ફરપુરની બાબાસાહેબ ભીમરાવ આંબેડકર યુનિવર્સિટીમાંથી બીએ ઓનર્સનો અભ્યાસ કરી રહ્યો છે. 2017-20ની બેચનો આ વિદ્યાર્થી બીજા વર્ષની પરીક્ષા આપી રહ્યો છે. જોકે, આ એડમિટ કાર્ડ ઓરીજિનલ છે કે નકલી તેની કોઈ પુષ્ટિ થઈ નથી.

યુઝર્સે કરી કમેન્ટ

એડમિટ કાર્ડનો ફોટોસોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થયો છે.  indianraraimages હેન્ડલ પર પોસ્ટ કરવામાં આવી છે. આ પોસ્ટ પર યુઝર્સે રસપ્રદ કોમેન્ટ્સ પણ કરી છે. એક યુઝરે લખ્યું કે, આ પરીક્ષાનું ફોર્મ કોણે ભર્યું છે. અન્ય એક યુઝરે લખ્યું કે, બિહારમાં કંઈ પણ શક્ય છે.

આ સમાચાર શેર કરો