VIDEO / માછલી પકડી રહ્યો હતો યુવક, હૂકમાં ફસાઈ ગયું મગરનું બચ્ચું અને પછી…
નાનપણથી જ આપણને શીખવવામાં આવે છે કે કયા જીવો પાળી શકાય છે અને ક્યા જંગલી હોય છે જેને પાળી શકાતા નથી. જો જંગલી પ્રાણીઓન

નાનપણથી જ આપણને શીખવવામાં આવે છે કે કયા જીવો પાળી શકાય છે અને ક્યા જંગલી હોય છે જેને પાળી શકાતા નથી. જો જંગલી પ્રાણીઓને ઘરમાં પાળવામાં આવે તો તે મનુષ્ય માટે ખતરો બની શકે છે. પણ કદાચ આ યુવકને આ વાતની ખબર નહીં હોય. કારણ કે તેણે એક મગરના બચ્ચાને પોતાના ઘરમાં પાલતું પ્રાણીની જેમ ઉછેરવાનું શરૂ કર્યું. પછી તે મગર મોટો થઈ ગયો. આ એક વાયરલ વીડિયો હોવાથી, GSTV તેની સાથે કરવામાં આવેલા દાવાઓની સાચા હોવાની પુષ્ટિ કરતું નથી.
ટ્વિટર એકાઉન્ટ @TheFigen_ પર વારંવાર ચોંકાવનારા વીડિયો પોસ્ટ કરવામાં આવે છે. હાલમાં જ આવો જ એક વીડિયો શેર કરવામાં આવ્યો છે જેમાં જણાવવામાં આવ્યું છે કે કેવી રીતે એક યુવક મગરના બચ્ચા નું પકડ્યું અને પછી તેને ફેંકી દેવાને બદલે તેને ઘરે લઈ ગયો અને તેને બાળકની જેમ ઉછેર્યું. આ વીડિયોમાં મગરનાં મોટા થવાની આખી જર્ની બતાવવામાં આવી છે.
https://twitter.com/TheFigen_/status/1780707727725166776વીડિયોમાં જોઈ શકાય છે કે યુવકના ફિશ હૂકમાં મગરનું બચ્ચું ફસાઈ ગયું છે. યુવક તેને છોડી દેવાને બદલે પોતાની સાથે ઘરે લઈ જાય છે. વીડિયોમાં તે મગરને નવડાવતો અને ખવડાવતો જોવા મળે છે. એક દ્રશ્યમાં તે કપડા પહેરેલ પણ જોવા મળે છે ધીમે ધીમે મગર મોટો થાય છે અને પલંગ પર ફરતો જોવા મળે છે. એક દ્રશ્યમાં તે માણસની પીઠ પર ચડતો જોવા મળી રહ્યો છે. તમે તેને જોઈને ડરી જશો, પરંતુ તે યુવક બિલકુલ નથી ડરતો.
વીડિયો વાયરલ થઈ રહ્યો છે
આ વીડિયોને 1.4 કરોડથી વધુ વ્યૂઝ મળ્યા છે ઘણા લોકોએ કમેન્ટ કરીને પોતાના પ્રતિભાવ પણ આપ્યા છે. એકે કહ્યું કે, “ઘરમાં મગર ઉછેરવો એ મોટી ભૂલ છે.” એક વ્યક્તિએ પૂછ્યું કે, “તે વ્યક્તિએ મગર માટે કપડા કેવી રીતે બનાવ્યા?” એકે કહ્યું કે, “આ માણસના ઘરમાં બળજબરીથી પ્રવેશવાની ભૂલ કોઈ નહીં કરે.”








