Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ટ્રેન્ડિંગ : Little girl's advice saves two innocent children

માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો; નાની બાળકીની સૂઝબૂઝે બે માસૂમોને બચાવ્યા

Timeછેલ્લું અપડેટ : 21 Feb 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

ક્યારેક હીરો ફિલ્મી પડદે નહીં, પણ સામાન્ય જીવનમાં આપણી સામે આવી જતા હોય છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક CCTV વીડિયોમાં એક નાની બાળકીની બહાદુરીએ દરેકના દિલ જીતી લીધા છે. લિફ્ટના દરવાજા અચાનક બંધ થવા લાગ્યા અને અંદર ઉભેલી બે નાની બાળકી ફસાઈ જવાની અણી પર હતી, ત્યારે જ બહાર ઉભેલી એક કિશોરીએ એક પણ સેકન્ડ ગુમાવ્યા વગર ઢાલ બનીને દરવાજા રોકી રાખ્યા. 

App Store

વીડિયોમાં જોઈ શકાય છે કે બે નાની બાળકીઓ લિફ્ટની અંદર ઉભી છે, જ્યારે તેમનાથી થોડી મોટી એક છોકરી બહાર ઉભી રહીને વાત કરી રહી છે. ત્યારે જ અચાનક લિફ્ટના દરવાજા બંધ થવા લાગે છે. ખતરો પારખી જતાં જ મોટી બાળકી તરત જ દરવાજાની વચ્ચે પોતાનું શરીર અડકાવી દે છે. સામાન્ય રીતે સેન્સરને કારણે લિફ્ટના દરવાજા રોકાઈ જતા હોય છે, પરંતુ આ વખતે એવું થયું નહીં. બાળકી પૂરી તાકાત લગાવીને દરવાજા રોકતી રહે છે જેથી અંદર રહેલા નાના બાળકો સુરક્ષિત બહાર નીકળી શકે. તેની સતર્કતાએ મોટી દુર્ઘટના ટાળી દીધી.

સ્થિતિ ગંભીર થતી જોઈ આસપાસના લોકોનું ધ્યાન ગયું. તરત જ બે મહિલાઓ ત્યાં પહોંચી અને બાળકીની મદદ કરવા લાગી. જ્યારે સેન્સર હોવા છતાં દરવાજા ન ખુલ્યા, ત્યારે તેમણે હાથ અને પગની મદદથી બળજબરીથી દરવાજા અલગ કર્યા. ભારે જહેમત બાદ બંને નાના બાળકોને સુરક્ષિત બહાર કાઢી લેવામાં આવ્યા. જેવા બાળકો બહાર આવ્યા, કે તરત જ લિફ્ટના દરવાજા ફરી બંધ થઈ ગયા. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.