આ 2 લોકોની યાદમાં ઉજવવામાં આવે છે International Everest Day, જાણો તેનો ઈતિહાસ
એવરેસ્ટ એ વિશ્વનું સૌથી ઉંચુ પર્વત શિખર છે. તેની ઊંચાઈ 8848 મીટર છે. હિલેરી અને શેરપા 29

એવરેસ્ટ એ વિશ્વનું સૌથી ઉંચુ પર્વત શિખર છે. તેની ઊંચાઈ 8848 મીટર છે. હિલેરી અને શેરપા 29 મે 1953ના રોજ એવરેસ્ટની ટોચ પર ચઢવામાં સફળ રહ્યા હતા. તેમની યાદમાં દર વર્ષે 29 મેના રોજ આંતરરાષ્ટ્રીય એવરેસ્ટ દિવસ (International Everest Day) ઉજવવામાં આવે છે. આનો બીજો હેતુ નેપાળ પ્રવાસનને પ્રોત્સાહન આપવાનો છે. આંતરરાષ્ટ્રીય એવરેસ્ટ દિવસ એ નેપાળ દ્વારા પર્વતારોહકોના સન્માન માટે ઉજવવામાં આવતો વાર્ષિક કાર્યક્રમ છે. એવરેસ્ટનું શિખર નેપાળ અને ચીન (તિબેટ)ની સરહદ પર આવેલું છે.
આંતરરાષ્ટ્રીય એવરેસ્ટ દિવસનો ઈતિહાસ
વર્ષ 1953માં એટલે કે આજથી 71 વર્ષ પહેલા 29મી મેના રોજ ન્યુઝીલેન્ડના પર્વતારોહક એડમન્ડ હિલેરીએ નેપાળના તેનઝિંગ શેરપા સાથે એવરેસ્ટ પર ચઢાણ કર્યું હતું, જેમાં તેઓ સફળ પણ રહ્યા હતા. 2008માં એડમન્ડ હિલેરીના અવસાન બાદ તેના સન્માન માટે આંતરરાષ્ટ્રીય એવરેસ્ટ દિવસ ઉજવવામાં આવે છે. માઉન્ટ એવરેસ્ટ પર ચઢવાની આ પ્રક્રિયા આજે પણ ચાલુ છે.
માઉન્ટ એવરેસ્ટના નામકરણની વાર્તા
માઉન્ટ એવરેસ્ટનું નામ જ્યોર્જ એવરેસ્ટના નામ પરથી રાખવામાં આવ્યું છે, જેઓ 1830થી 1843 સુધી ભારતના સરકારી સર્વેક્ષણના ડિરેક્ટર હતા. હિમાલયના પર્વતો માપનાર તે પ્રથમ વ્યક્તિ હતા.
આંતરરાષ્ટ્રીય એવરેસ્ટ દિવસનું મહત્ત્વ
આંતરરાષ્ટ્રીય એવરેસ્ટ દિવસ એ માત્ર એડમન્ડ હિલેરી અને તેનઝિંગ શેરપાના વિજયની ઉજવણી કરવાનો દિવસ નથી, પરંતુ તે પર્વત પર ચઢવાના જોખમોને પ્રકાશિત કરવાનો અને આ પ્રવાસ દરમિયાન જીવ ગુમાવનારાઓને શ્રદ્ધાંજલિ આપવાનો પણ દિવસ છે. આ દિવસ પર્વતારોહકોને એવરેસ્ટ શિખર પર વિજય મેળવવાની પ્રેરણા આપે છે.
માઉન્ટ એવરેસ્ટ પર પહોંચનાર પ્રથમ ભારતીય પુરુષ અને મહિલા
ભારતીય સેનાના કેપ્ટન અવતાર સિંહ ચીમા 1965માં માઉન્ટ એવરેસ્ટ પર હોંચનાર પ્રથમ ભારતીય વ્યક્તિ છે. બચેન્દ્રી પાલ આ શિખર પર પહોંચનારી પ્રથમ ભારતીય મહિલા બની હતી.








