Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ટ્રેન્ડિંગ : Google map showed an incomplete road, including cars stuck in canals

VIDEO: ગૂગલ મેપે બતાવ્યો અધૂરો રસ્તો, શોર્ટકટના ચક્કરમાં કાર સહિત કેનાલમાં ખાબક્યા

Timeછેલ્લું અપડેટ : 03 Dec 2024
લાઇવ ટીવીGoogle News
VIDEO: ગૂગલ મેપે બતાવ્યો અધૂરો રસ્તો, શોર્ટકટના ચક્કરમાં કાર સહિત કેનાલમાં ખાબક્યા

ઉત્તર પ્રદેશના બરેલી જિલ્લામાં ગૂગલ મેપે દગો આપ્યો હોવાની ઘટના સામે આવી છે. ધુમ્મસને કારણે ત્રણ મિત્રો મેપના સહારે પીલીભીત જઈ રહ્યા હતા, આ દરમિયાન શૉર્ટકટ લેવાના ચક્કરમાં તેમની કાર નદીમાં ખાબકી ગઈ છે. સદ્નસીબે કારમાં સવાર તમામ લોકો સુરક્ષિત છે. ઘટનાની જાણ થતાં જ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને કારને ક્રેનની મદદથી બહાર કાઢવામાં આવી છે. આ પહેલા 24 નવેમ્બરે અધૂરા પુલ પરથી કાર પડી જતાં ત્રણ યુવકોના મોત થયા હતા.

App Store

મેપમાં શોર્ટકટ દેખાતાં કાર વાળતાં જ કેનાલમાં ખાબકી

 ઇજ્જતનગરના ઇન્સ્પેક્ટર ધનંજય પાંડેએ કહ્યું કે, સોમવારે રાત્રે લગભગ 3 વાગ્યાની આસપાસ ઔરેયાના રહેવાસી મહેન્દ્ર પ્રતાપ સિંહ તેમના બે મિત્રો સાથે કારમાં પીલીભીત જઈ રહ્યા હતા. ગાઢ છવાયેલું હોવાના કારણે  અને અંધારાને પગલે તેઓ ગૂગલ મેપના સહારે આગળ વધી રહ્યા હતા. તેઓને મેપમાં ઇજ્જતનગરના કલાપુર પુલ પાસે શૉર્ટકટ દેખાયો હતો અને તુરંત કારને કેનાલ તરફ વાળી દીધી હતી. ત્યાંથી થોડે દૂર બરકાપુર તિરાહા ગામનો રસ્તો તૂટેલો હોવાથી કાર કેનાલમાં પલટી ગઈ હતી.

યુવકોએ કાર બહાર કાઢવાનો પ્રયાસ કર્યો

સદ્નસીબની વાત એ છે કે, તેઓની કાર ધીમી હોવાના કારણે તેમજ કેનાલમાં પાણી ન હોવાથી તમામ લોકોનો આબાદ બચાવ થયો છે. તેમાંથી કોઈને પણ ઈજા થઈ નથી. કાર ખાબક્યા બાદ તેઓએ કાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો, જોકે પ્રયાસ નિષ્ફળ જતાં ઉત્તરપ્રદેશના 112 નંબર પર ફોન કર્યો. ત્યારબાદ પોલીસ ક્રેન લઈને પહોંચી અને તે લોકોને બહાર કાઢ્યા હતા.

અગાઉ અધૂરા પુલ પરથી કાર પટકાતા ત્રણના મોત થયા હતા

આ પહેલા 24 નવેમ્બરે ફરીદપુરના ખલ્લુપુરમાં આવેલો પુલ અધૂરો હોવાથી કાર નીચે ખાબકી હતી, જેમાં ત્રણ યુવકોના મોત થયા હતા. ત્રણેય લોકો લગ્ન સમારંભમાં જઈ રહ્યા હતા અને ગૂગલ મેપ પર વિશ્વાસ રાખી બાંધકામ થઈ રહેલા પુલ પર ચઢી ગયા હતા. આ ઘટના બાદ બદાયુ પોલીસે ગૂગલને નોટિસ મોકલી છે. આ ઉપરાંત પોલીસે ગૂગલને જે વિસ્તારમાં ઘટના બની તે ક્ષેત્રના મેનેજરનું નામ અને સરનામું આપવા કહ્યું છે. ગૂગલ તરફથી જવાબ મળ્યા બાદ પોલીસ આગળની કાર્યવાહી કરશે.