મુખ્ય સામગ્રી પર જાઓ
ટ્રેન્ડિંગ

સોના-ચાંદીવાળી પાણીપુરી થઈ VIRAL! VIDEO જોઈ લોકોએ કહ્યું- ‘બસ, આ જ જોવાનું બાકી રહ્યું હતું’

ગોલગપ્પા એટલે કે પાણીપુરી કોને ન ભાવે? આ શબ્દ સાંભળતા જ મોઢામાં પાણી આવવા લાગે છે. સ્વાભાવિક છે કે તમારી સાથે પણ આવું જ

સોના-ચાંદીવાળી પાણીપુરી થઈ VIRAL! VIDEO જોઈ લોકોએ કહ્યું- ‘બસ, આ જ જોવાનું બાકી રહ્યું હતું’

ગોલગપ્પા એટલે કે પાણીપુરી કોને ન ભાવે? આ શબ્દ સાંભળતા જ મોઢામાં પાણી આવવા લાગે છે. સ્વાભાવિક છે કે તમારી સાથે પણ આવું જ થતું હશે. પરંતુ જ્યારે કોઈ આપણી મનપસંદ પાણીપુરીને ફ્યુઝનના નામે ટોર્ચર કરવાનું શરૂ કરે ત્યારે શું થાય? આ દિવસોમાં, પાણીપુરીની આવી જ એક વિચિત્ર રેસિપી ઈન્ટરનેટ પર લોકોને ગુસ્સે કરી રહી છે. લોકો તે જોઈને કહી રહ્યા છે કે, ભાઈ પાણીપુરીને તો છોડી દો, તેણે તમારું શું બગાડ્યું છે.

એક સમય હતો જ્યારે લોકો પાણીપુરી સાથે તીખું, ખાટું અને મીઠું પાણી પસંદ કરતા હતા. પરંતુ અમદાવાદના એક પાણીપુરીવાળાએ તમામ હદો વટાવી દીધી. આ ભાઈ બટાકા અને પાણીને બદલે ડ્રાયફ્રૂટ્સ અને ઠંડાઈ ઉમેરીને લોકોને પાણીપુરી સર્વ કરી રહ્યા છે અને તે પણ તેના પર સોના-ચાંદીનું વરખ ચોંટાડીને. સ્વચ્છતાનું પૂરેપૂરું ધ્યાન રાખવામાં આવ્યું હોવા છતાં, ઈન્ટરનેટ પર લોકોના અભિપ્રાય આ વિચિત્ર રેસીપી અંગે અલગ અલગ છે. કેટલાક લોકોને પાણીપુરીવાળાનો આ વિચાર પસંદ આવ્યો છે, જ્યારે ઘણા લોકો માને છે કે આ એક ઓવરહાઈપ્ડ વસ્તુ છે.

આ રીતે બને છે સોના-ચાંદીવાળી પાણીપુરી

વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે દુકાનદાર પહેલા પાણીપુરીમાં ઝીણા સમારેલા બદામ, કાજુ અને પિસ્તા ઉમેરે છે. પછી સ્વાદ વધારવા માટે તેમાં મધ ઉમેરવામાં આવે છે. આ જોઈને પાણીપુરી પ્રેમીઓને ગુસ્સો આવી ગયો હશે. પરંતુ તમારે ધીરજ રાખવી પડશે, કારણ કે આ પછીનો ત્રાસ સહન કરવા યોગ્ય નથી. દુકાનદાર પાણીપુરીને તીખા, ખાટા કે મીઠા પાણી સાથે નહીં પરંતુ ઠંડાઈ ઉમેરીને પીરસે છે. આ પહેલા તે સોના અને ચાંદીના વરખથી પાણીપુરીને સજાવે છે.

લોકોએ આવી પ્રતિક્રિયા આપી

ઈન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કરીને વ્લોગરે દાવો કર્યો છે કે તમે આનાથી વધુ હાઈજેનિક પાણીપુરી ક્યારેય નહીં ખાધી હોય. વ્લોગરે કહ્યું કે તમને અમદાવાદમાં સોના-ચાંદીવાળી પાણીપુરીનો આ કોન્સેપ્ટ જોવા મળશે. આ પાણીપુરી પ્રીમિયમ શ્રેણીની છે. વીડિયો જોયા બાદ એક યુઝરે કમેન્ટ કરી કે, ‘તેને ખાવાની છે કે સેફમાં રાખવાની છે.’ અન્ય યુઝરે કમેન્ટ કરી કે, ‘તેનું નામ બપ્પી લહેરી પાણીપુરી હોવું જોઈએ.’ અન્ય એક યુઝરે કમેન્ટ કરી કે, ‘હું તો ફ્રીમાં પણ ન ખાઉં.’ જ્યારે કેટલાક લોકો એમ પણ કહી રહ્યા છે, કે બસ આજ જોવાનું બાકી રહ્યું હતું.

આ સમાચાર શેર કરો