શું કાર કે બાઈકની જેમ બદલવા પડે છે ટ્રેનના વ્હીલ્સ, કેટલી હોય છે પૈડાની ઉંમર?
ભારતીય રેલ્વેને ભારતની 'લાઈફલાઈન' કહેવામાં આવે છે અને તે દરરોજ 3 કરોડથી વધુ લોકોને તેમના ગંતવ્ય સ્

ભારતીય રેલ્વેને ભારતની 'લાઈફલાઈન' કહેવામાં આવે છે અને તે દરરોજ 3 કરોડથી વધુ લોકોને તેમના ગંતવ્ય સ્થાનો સુધી પહોંચાડે છે. શું તમે ક્યારેય વિચાર્યું છે કે ટ્રેનમાં લગાવેલા પૈડાની ઉંમર કેટલી છે? તે કેટલા વર્ષો ચાલે છે? શું તેમને પણ કાર કે બાઈકના ટાયરની જેમ બદલવાની જરૂર છે? ચાલો આજે તમને આ સવાલોના જવાબ આપીએ.
ભારતીય રેલ્વે વિવિધ પ્રકારની ટ્રેનોમાં વિવિધ પ્રકારના પૈડાનો ઉપયોગ કરે છે અને તેનું વજન 230 કિગ્રાથી 680 કિગ્રાની વચ્ચે હોય છે. કેટલીક માલગાડીના પૈડા, જે સામાન્ય રીતે મોટા હોય છે, તેનું વજન 900 કિલો સુધી હોય છે. બેંગલુરુમાં આવેલીરેલ વ્હીલ ફેક્ટરી મુખ્યત્વે ભારતીય રેલ્વે માટે પૈડાનું ઉત્પાદન કરે છે. અન્ય ફેક્ટરીમાં પણ પૈડા બનાવવામાં આવે છે. આ ઉપરાંત વિદેશમાંથી પણ પૈડા મંગાવવામાં આવે છે.
કેટલા વર્ષ ચાલે છે ટ્રેનના પૈડા?
ટ્રેનના પૈડા મુખ્યત્વે બે વસ્તુઓના બનેલા હોય છે. એક કાસ્ટ આયર્ન અને બીજું સ્ટીલ છે.પૈડા જે એક્સેલ પર ટકેલા હોય છે તે પણ ઘન સ્ટીલના બનેલા છે. પૈડાની ઉંમર અથવા તે કેટલા વર્ષ ચાલશે તે બે બાબતો પર આધાર રાખે છે. પ્રથમ, ટ્રેનની ફ્રિકવન્સી કેટલી છે અથવા તે દરરોજ કેટલા કિલોમીટર ચાલે છે અને તે કેવા વાતાવરણમાંથી પસાર થાય છે અને બીજું, તે કેટલું વજન વહન કરે છે એટલે કે તેની ક્ષમતા શું છે, અને તેમાં કેટલા કોચ છે.
જો આપણે પેસેન્જર ટ્રેનો વિશે વાત કરીએ, તો તેના પૈડાની ઉંમર 3થી 4 વર્ષ છે અને તે 70 હજારથી 1 લાખ માઈલ (1,12,654 કિમીથી 1,60,934 કિમી) સુધી ચાલે છે. જ્યારે માલગાડીના પૈડા 8થી 10 વર્ષ સુધી ચાલે છે. 2.5 લાખ કિલોમીટર સુધીની મુસાફરી કરે છે. આ પછી તેને બદલવામાં આવે છે.
ટ્રેનની સુરક્ષાની સંપૂર્ણ જવાબદારી પૈડા પર રહેતી હોવાથી દર 30 દિવસે દરેક પૈડાની તપાસ કરવામાં આવે છે અને જો સહેજ પણ ખામી જણાય તો તેને બદલી નાખવામાં આવે છે. રેલ વ્હીલ ફેક્ટરી, બેંગલુરુની વેબસાઈટ પર આપવામાં આવેલી માહિતી અનુસાર, તે રેલ્વેને જે વ્હીલ્સ સપ્લાય કરે છે તેના પર તે 1 વર્ષની વોરંટી પણ આપે છે.








