VIDEO:18.40 લાખની છેતરપિંડીનો માસ્ટરમાઇન્ડ ઝડપાયો
ડાંગ જિલ્લા એલસીબીએ એકના ડબલ કરી આપવાની લાલચ આપી છેતરપિંડી કરનાર ટોળકીના મુખ્ય સૂત્રધારને ઝડપી પાડ્યો છે.આહવામાંઈવા કંપની

ડાંગ જિલ્લા એલસીબીએ એકના ડબલ કરી આપવાની લાલચ આપી છેતરપિંડી કરનાર ટોળકીના મુખ્ય સૂત્રધારને ઝડપી પાડ્યો છે.આહવામાંઈવા કંપનીના નામે GRD સ્કીમ ચલાવીને રાકેશ બિંદે લોકો પાસેથી 18 લાખ 40 હજાર રૂપિયાનું રોકાણ કરાવ્યું હતું. આરોપીએ 13 મહિનામાં રકમ ડબલ કરી આપવાની લોભામણી આપી હતી. છ મહિના પછી 15 લાખ 40 હજાર રૂપિયા ચૂકવવાના સમયે આરોપી ફરાર થઈ ગયો હતો.ડાંગ પોલીસે ઓરિસ્સા, પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ અને બિહારમાં 4 હજાર 700 કિલોમીટરની મુસાફરી કરીને આરોપી રાકેશ બિંદની ધરપકડ કરી છે. આ મામલે વધુ તપાસ ચાલુ છે.



