17 વર્ષના છોકરાએ ટ્રેનને જ બનાવી લીધું છે પોતાનું ઘર, દર વર્ષે રેલ્વેને ચૂકવે છે 8 લાખ રૂપિયા
17 વર્ષનો એક છોકરો દર વર્ષે ટ્રેનને આશરે 8.3 લાખ રૂપિયા જેટલી રકમ આપે છે. આ છોકરાનું નામ છે લાસે સ

17 વર્ષનો એક છોકરો દર વર્ષે ટ્રેનને આશરે 8.3 લાખ રૂપિયા જેટલી રકમ આપે છે. આ છોકરાનું નામ છે લાસે સ્ટોવી છે, જે ડયુશ-બાન-રેલકારમાં જ રહે છે. જેનું તે દર વર્ષે 10 હજાર ડોલર જેટલું ભાડું ચૂકવે છે. જે ભારતીય ચલણમાં આશરે 8.3 લાખ રૂપિયા જેટલું થાય છે. તે જર્મની અને યુરોપનાં અન્ય શહેરોમાં મળીને રોજ 600 કિમીની સફર કરે છે.
આ માહિતી આપતા ન્યૂયોર્ક પોસ્ટ જણાવે છે કે, તે ડાઇનિંગકારમાં જ નાસ્તો અને ભોજન કરે છે. સિંકમાં કપડા ધોવે છે અને કોઈપણ કોમ્યુનિટી સેન્ટર કે પબ્લિક સ્વીમીંગ પુલમાં શાવર લઈ લે છે.
લાસે સ્ટોવી વ્યવસાયે સોફટવેર ડીકોડર છે. તેમાંથી કમાણી કરે છે. તેણે તાજેતરમાં જ પોતાના ઈન્સ્ટાગ્રામ પોસ્ટ પર લખ્યું, 'ટ્રેનમાં દિવસો વિતાવવા તે આઝાદી છે. તમે જ્યાં ઈચ્છો ત્યાં જઈ શકો છો.' તે સવારે બાલ્ટિક સીના તટે બ્રેકફાસ્ટ લે તો સાંજે આલ્પ્સ પર્વત ઉપરથી સૂર્યાસ્તનો બહુરંગી માહોલ પણ માણે છે.
તે તેનો સમય મોટાભાગે લેપટોપ પર જ વિતાવે છે. તે મોટેભાગે ટ્રેનમાં જ રહે છે. કોઈવાર કોઈ સ્ટેશન ઉપર ઉતરી કોઈ બૂક સ્ટોલ કે સ્નેક બારમાં જાય છે. કોઈ વખત પેસેન્જરો સાથે પણ જોવા મળે છે. નીરાંતે ઊંઘવા માટે તે નોઇસ કેન્સલેશન હેડફોનનો ઉપયોગ કરે છે. પેસેન્જર્સને મળતા ટ્રાવેલ બ્લેન્કેટ અને હેડ પીલો લઈને ઊંઘી જાય છે. તેના એક વ્યાપારી સાથીએ કહ્યું કે, આ પ્રકારની જિંદગીમાં 'પ્રાઈવસી' જેવું કઈ નથી હોતું.
તેણે 16 વર્ષની વયે જ ઘર છોડી દીધું હતું. તેણે માતા-પિતાને સમજાવી દીધા છે, તે 4 ટી શર્ટ અને બે પેન્ટ તથા જરૂરી વસ્તુઓ સાથે રાખે છે, તે મોજથી જીવન જીવે છે, અને કમાણી પણ કરે છે.








