154 કિલો વજન ધરાવતી માતા 10 વર્ષના પુત્ર પર ચઢી બેઠી, દીકરાનું થયું મોત, જાણો ક્યાં બની આ ઘટના
અમેરિકાના ઇન્ડિયાનામાં એક હૃદયદ્રાવક ઘટના પ્રકાશમાં આવી છે. અહીં, એક ખૂબ જ વજન ધરાવતી માતા તેના જ પુત્ર પર

અમેરિકાના ઇન્ડિયાનામાં એક હૃદયદ્રાવક ઘટના પ્રકાશમાં આવી છે. અહીં, એક ખૂબ જ વજન ધરાવતી માતા તેના જ પુત્ર પર ચઢી બેઠી હતી. અને દીકરાનો જીવ લઈ લીધો હતો. એક 48 વર્ષની મહિલાએ તેના 10 વર્ષના પુત્રને તોફાન કરવા માટે એવી સજા આપી કે તેનું મોત થઈ ગયું. મહિલાએ આ પુત્ર દત્તક લીધો હતો. આ કેસમાં મહિલાને સજા ફટકારવામાં આવી છે. કોર્ટે મહિલાને ગુનેગાર ગણાવી અને તેને મૃત્યુદંડની સજા ફટકારી.
પહેલા આખી ઘટના વિશે જાણીએ
ગયા ઓકટોબરમાં દોઢ ક્વિન્ટલ વજન ધરાવતી એક મહિલા, તેના પુત્રના તોફાની સ્વભાવથી કંટાળીને, તેના પર બેસી ગઈ. 154 કિલો વજન ધરાવતી મહિલા જેનિફર લી વિલ્સન તેના 10 વર્ષના પુત્ર ડાકોટા સ્ટીવનસનની પીઠ પર લગભગ પાંચ મિનિટ સુધી બેઠી હતી. લાંબા સમય સુધી મહિલા બાળકની પીઠ પર બેસી રહેવાથી બાળકનું મૃત્યુ થયું હતું. જોકે, જ્યારે મહિલાને પોતાની ભૂલનો અહેસાસ થયો, ત્યારે તેણે તાત્કાલિક તબીબી મદદ માટે ફોન કર્યો પરંતુ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું. દીકરો મરી ગયો હતો.
પોલીસે ઘટનાસ્થળે પહોંચી મહિલાની ધરપકડ કરી
ઇમરજન્સી સેવાઓ તરફથી માહિતી મળતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ. મૃતદેહને કબજે લેવામાં આવ્યો. ગરદન અને છાતી પર ઈજાના નિશાન મળ્યા બાદ, પોલીસે આ કેસમાં ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી. પોલીસે જણાવ્યું હતું કે તપાસમાં જાણવા મળ્યું છે કે બાળક પર અગાઉ પણ શારીરિક હિંસા કરવામાં આવી હતી. પડોશીઓના જણાવ્યા મુજબ, બાળક ઘણીવાર તેમને પૂછતું કે શું તેઓ તેને દત્તક લઈ શકે છે?
મહિલાએ કોર્ટમાં પોતાનો ગુનો કબૂલ્યો
ગયા ઓક્ટોબરમાં તપાસ પૂર્ણ થયા બાદ, જેનિફરે કોર્ટમાં પોતાનો ગુનો કબૂલી લીધો. તેણીએ સ્વીકાર્યું કે તે ગુસ્સામાં તેના પુત્રની પીઠ પર બેઠી હતી. બાળકના મૃત્યુ સમયે, તેનું વજન ફક્ત 40 કિલો હતું, જ્યારે મહિલાનું વજન 154 કિલો હતું. શુક્રવારે, ઇન્ડિયાના કોર્ટે આ દુ:ખદ ઘટના માટે જેનિફર લી વિલ્સનને મૃત્યુદંડની સજા ફટકારી.








