IPL 2025ની પહેલી હેટ્રિક Yuzvendra Chahalના નામે, CSK સામે એક જ ઓવરમાં લીધી 4 વિકેટ
IPL 2025માં ગઈકાલે (30 એપ્રિલ) ચેન્નઈ સુપરકિંગ્સ (CSK) અને પંજાબ કિંગ્સ (PBKS) વચ્ચે રમાયેલી મેચમાં PB

IPL 2025માં ગઈકાલે (30 એપ્રિલ) ચેન્નઈ સુપરકિંગ્સ (CSK) અને પંજાબ કિંગ્સ (PBKS) વચ્ચે રમાયેલી મેચમાં PBKS એ ચાર વિકેટે જીત હાંસલ કરી હતી. આ સાથે CSKની પ્લેઓફમાં પહોંચવાની તમામ શક્યતા ખતમ થઈ ગઈ. આ મુકાબલામાં યુઝવેન્દ્ર ચહલ (Yuzvendra Chahal) એ આ સિઝનની પહેલી હેટ્રિક લીધી હતી.
ચેપોકમાં લીધી સિઝનની પ્રથમ હેટ્રિક
ચહલ (Yuzvendra Chahal) એ CSK સામે ચેપોક સ્ટેડિયમમાં એક જ ઓવરમાં ચાર વિકેટ લઈ ઈતિહાસ રચ્યો હતો. આ ઓવરમાં તેણે હેટ્રિક પણ લીધી હતી. IPLમાં આ ચહલ (Yuzvendra Chahal) ની બીજી હેટ્રિક હતી. 2022માં કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) સામે ચહલે બ્રેબોર્ન સ્ટેડિયમમાં હેટ્રિક લીધી હતી.
IPLમાં એક ઓવરમાં ચાર વિકેટ લેનારા ખેલાડીઓ
- અમિત મિશ્રા - (SRH vs PWI, 2013)
- યુઝવેન્દ્ર ચહલ - (RR vs KKR, 2022)
- આંદ્રે રસેલ (KKR vs GT, 2022)
- યુઝવેન્દ્ર ચહલ (PBKS vs CSK, 2025)
IPLમાં સૌથી વધુ હેટ્રિક
- અમિત મિશ્રા - 3 (2008, 2011, 2013)
- યુવરાજ સિંહ - 2 (2009)
- યુઝવેન્દ્ર ચહલ - 2 (2022, 2025)
IPLમાં સૌથી વધુ વખત 4+ વિકેટ ઝડપનારા ખેલાડીઓ
- યુઝવેન્દ્ર ચહલ - 9
- સુનીલ નારાયણ - 8
- લસિથ મલિંગા - 7
- કાગીસો રબાડા - 6
પંજાબ કિંગ્સ માટે હેટ્રિક લેનારા બોલર્સ
- યુવરાજ સિંહ - 2
- અમિત મિશ્રા - 1
- સેમ કરન - 1
- યુઝવેન્દ્ર ચહલ -1
ચહલ (Yuzvendra Chahal) નું આ પર્ફોર્મન્સ ફક્ત વ્યક્તિગત સિદ્ધિઓ માટે જ નહીં, પરંતુ તેની ટીમ માટે ગેમ-ચેન્જર સાબિત થયું છે. તેની બોલિંગે PBKSને જીત અપાવી પ્લેઓફની રેસમાં જાળવી રાખી છે. આ મેચમાં ટોસ જીત્યા બાદ PBKS એ પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. CSKની ટીમ સંપૂર્ણ 20 ઓવર ન રમી શકી અને 190 રનમાં ઓલઆઉટ થઈ હતી. ચહલે 19મી ઓવરમાં હેટ્રિક સાથે એક જ ઓવરમાં 4 વિકેટ ઝડપી હતી.






