Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Yuvraj Singh teased Abhishek Sharma after he misses fastest fifty record

અભિષેક શર્મા રેકોર્ડ ન તોડી શક્યો તો યુવરાજ સિંહે ઉડાવી મજાક, પોતાના શિષ્યને આપ્યો આ મેસેજ

Timeછેલ્લું અપડેટ : 26 Jan 2026
લાઇવ ટીવીGoogle News
અભિષેક શર્મા રેકોર્ડ ન તોડી શક્યો તો યુવરાજ સિંહે ઉડાવી મજાક, પોતાના શિષ્યને આપ્યો આ મેસેજ
સોર્સ : GSTV

ટીમ ઈન્ડિયાના યુવા બેટ્સમેન અભિષેક શર્માની વિસ્ફોટક ઈનિંગનો સિલસિલો ચાલુ છે. T20 વર્લ્ડ કપ 2026 માટે ભારતની સૌથી મોટી આશા માનવામાં આવતો અભિષેક છેલ્લા દોઢ વર્ષથી બોલર્સની ઊંઘ હરામ કરી રહ્યો છે. ન્યુઝીલેન્ડ સામેની ત્રીજી T20I મેચમાં અભિષેકે ફક્ત 14 બોલમાં અડધી સદી ફટકારીને બધાને આશ્ચર્યચકિત કરી દીધા અને માત્ર 60 બોલમાં ટીમ ઈન્ડિયાની જીત સુનિશ્ચિત કરી. અભિષેકે આ ઈનિંગથી કેટલાક રેકોર્ડ તોડ્યા, પરંતુ તે યુવરાજ સિંહનો રેકોર્ડ ન તોડી શક્યો અને તેને લઈને તેના ગુરુએ સોશિયલ મીડિયા પર તેની મજાક ઉડાવી હતી.

App Store

25 જાન્યુઆરીએ ગુવાહાટીમાં રમાયેલી મેચમાં અભિષેક શર્માએ ન્યુઝીલેન્ડના બોલર્સની એવી ધોલાઈ કરી કે કોઈપણ બોલર ધ્રુજી ઉઠશે. અભિષેક લગભગ દરેક બોલ પર બાઉન્ડ્રી ફટકારી રહ્યો હતો. તેણે પાવરપ્લેના છેલ્લા બોલ પર છગ્ગો મારીને પોતાની અડધી સદી પૂરી કરી. આ તેની ઈનિંગનો માત્ર 14મો બોલ હતો, જ્યારે ભારતીય ઓપનરે 50 રનનો આંકડો પાર કર્યો.

યુવરાજે અભિષેકને શું કહ્યું?

આ સાથે અભિષેકે T20I મેચોમાં ભારત માટે બીજી સૌથી ઝડપી અડધી સદી ફટકારી. જોકે, તે તેના ગુરુ અને ટીમ ઈન્ડિયાના દિગ્ગજ ખેલાડી યુવરાજ સિંહના રેકોર્ડથી પાછળ રહી ગયો. યુવરાજ સિંહે 2007માં ઈંગ્લેન્ડ સામે માત્ર 12 બોલમાં અડધી સદી ફટકારી હતી, જે એક લાંબા સમયથી ચાલતો વિશ્વ રેકોર્ડ છે. જ્યારે અભિષેક આ રેકોર્ડ ન તોડી શક્યો, ત્યારે યુવરાજે તેની મજાક ઉડાવી. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર અભિષેકને ટેગ કરીને યુવરાજે મજાકમાં લખ્યું, "તું હજુ પણ 12 બોલમાં 50 રન ન બનાવી શક્યો?" ત્યારબાદ યુવરાજે અભિષેકની પ્રશંસા કરી કરતા લખ્યું, "સારું રમ્યો, આવી જ રીતે આગલા વધતો રહે."

ટીમ માત્ર 60 બોલમાં જીતી ગઈ

મેચ અંગે વાત કરીએ તો ન્યુઝીલેન્ડે પહેલા બેટિંગ કરી અને 153 રન બનાવ્યા, જેમાં ગ્લેન ફિલિપ્સે 48 રન બનાવ્યા. ટીમ ઈન્ડિયા તરફથી સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે 3 વિકેટ લીધી, જ્યારે એક વર્ષ પછી ટીમમાં વાપસી કરનાર રવિ બિશ્નોઈએ પણ 2 વિકેટ લીધી. જવાબમાં ટીમ ઈન્ડિયાએ પહેલા જ બોલે સંજુ સેમસનની વિકેટ ગુમાવી દીધી. જોકે, અભિષેક શર્મા, ઈશાન કિશન અને કેપ્ટન સૂર્યકુમાર યાદવે કિવી બોલિંગની ખૂબ ધોલાઈ કરી અને માત્ર 60 બોલમાં ટાર્ગેટ ચેઝ કરીને 8 વિકેટથી મેચ જીતી લીધી. આ સાથે ટીમ ઈન્ડિયાએ આ સિરીઝ પણ 3-0ની લીડ સાથે પોતાના નામે કરી.