Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : IND vs PAK match schedule in U19 World Cup 2026

IND vs PAK / ફરી એકવાર થશે હાઈ-વોલ્ટેજ ડ્રામા, U19 વર્લ્ડ કપમાં આ તારીખે પાકિસ્તાન સામે ટકરાશે ટીમ ઈન્ડિયા

Timeછેલ્લું અપડેટ : 25 Jan 2026
લાઇવ ટીવીGoogle News
IND vs PAK / ફરી એકવાર થશે હાઈ-વોલ્ટેજ ડ્રામા, U19 વર્લ્ડ કપમાં આ તારીખે પાકિસ્તાન સામે ટકરાશે ટીમ ઈન્ડિયા
સોર્સ : GSTV

ICC અંડર-19 વર્લ્ડ કપ 2026માં ભારતીય ટીમની જીતનો સિલસિલો ન્યુઝીલેન્ડ સામેની છેલ્લી ગ્રુપ સ્ટેજ મેચમાં ચાલુ રહ્યો, ભારતીય ટીમે આ મેચમાં 7 વિકેટથી જીત મેળવી અને એક પણ મુકાબલો હાર્યા વિના સુપર સિક્સ સ્ટેજમાં પોતાનું સ્થાન સુરક્ષિત કર્યું. આ સાથે ભારતીય ટીમનું સુપર સિક્સ ગ્રુપ સ્ટેજ શેડ્યૂલ પણ નક્કી થઈ ગયું છે, જેમાં ભારતીય ટીમ પાકિસ્તાનનો સામનો પણ કરશે. બંને ટીમો વચ્ચેની આ મેચ 1 ફેબ્રુઆરીના રોજ બુલાવાયોના ક્વીન્સ સ્પોર્ટ્સ ક્લબ ખાતે રમાશે.

App Store

ભારતીય ટીમ ગ્રુપ સ્ટેજમાં ટોપ પર રહી

ICC અંડર-19 વર્લ્ડ કપમાં ભારતીય ટીમને ગ્રુપ Bમાં રાખવામાં આવી હતી, જ્યાં તેણે USA સામે પોતાની પહેલી મેચ રમી હતી અને 6 વિકેટથી જીત મેળવી હતી. આ પછી ભારતીય ટીમે બીજી મેચમાં બાંગ્લાદેશને 18 રનથી હરાવ્યું હતું. તેની છેલ્લી ગ્રુપ સ્ટેજ મેચ ટીમે ન્યુઝીલેન્ડ સામે રમી, જેમાં તેણે DLS મેથડથી 7 વિકેટથી જીત મેળવી અને ગ્રુપ સ્ટેજમાં ટોપ પર રહી. ભારતીય ટીમ હવે સુપર સિક્સ સ્ટેજમાં પોતાનો જીતનો સિલસિલો ચાલુ રાખવાનો પ્રયાસ કરશે.

પાકિસ્તાન અને ઝિમ્બાબ્વેનો સામનો કરશે

ભારતીય 27 જાન્યુઆરીએ સંયુક્ત યજમાન ઝિમ્બાબ્વે સામે પોતાની પહેલી સુપર સિક્સ મેચ રમશે. ત્યારબાદ ભારતીય ટીમ 1 ફેબ્રુઆરીએ બીજી સુપર સિક્સ મેચમાં પાકિસ્તાન અંડર-19 ટીમનો સામનો કરશે, આ મેચ ભારતીય સમય મુજબ બપોરે 1:00 વાગ્યે શરૂ છે. પાકિસ્તાન અંડર-19 ટીમ વર્લ્ડ કપમાં ગ્રુપ Cમાં હતી, તેણે પોતાની ત્રણ મેચમાંથી 2 જીતી હતી અને એક હારી ગઈ હતી. સુપર સિક્સમાં પાકિસ્તાન અંડર-19 ટીમ ભારત ઉપરાંત 27 જાન્યુઆરીએ ન્યુઝીલેન્ડનો સામનો કરશે.